કર્ણાટક: બોમ્મઇ મંત્રીમંડળમાં સામેલ થશે 26 નવા મંત્રીઓ, આજે સાંજે 5 કલાકે યોજાશે શપથગ્રહણ સમારોહ
- બોમ્મઇ મંત્રીમંડળમાં સામેલ થશે 26 નવા મંત્રીઓ
- આજે સાંજે 5 કલાકે યોજાશે શપથગ્રહણ સમારોહ
- બેંગલુરુના રાજભવન ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ
બેંગ્લુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ બુધવારે તેમના રાજ્ય મંત્રીમંડળ માટે 26 નવા મંત્રીઓની નિમણૂક કરવા તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બોમ્મઇએ કથિત રીતે દિલ્હીમાં ભાજપના હાઇકમાન્ડ પાસેથી કેબિનેટ રચના માટે મંજૂરી મેળવી લીધી છે.
સૂત્રો મુજબ, નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ બુધવારે સાંજે 5 વાગ્યે બેંગલુરુના રાજભવનમાં થશે. મુખ્યમંત્રી છેલ્લા કેટલાક દિવસોથી તેમના મંત્રીમંડળના વિસ્તરણ અંગે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરવા દિલ્હીમાં હતા. અગાઉ ઘણા મંત્રીપદના ઉમેદવારોએ બોમ્મઇને ફોન કર્યો અને કેબિનેટ બર્થ માટે અવાજ ઉઠાવ્યો. બોમ્મઇને મળેલા ભૂતપૂર્વ કૃષિ મંત્રી બી.સી.પાટીલે જણાવ્યું હતું કે, તેમની બેઠક તેમના મતવિસ્તારમાં એક સિંચાઇ પ્રોજેક્ટ સાથે સંબંધિત હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમણે મંત્રી પદ અંગે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, “મુખ્યમંત્રીને તેની જાણકારી છે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, પાટીલ ઉપરાંત મુરુગેશ નિરાની, શિવનગૌડા નાઈક, મહેશ કુમથલ્લી, કેજી બોપૈયા, ડો.સીએન અશ્વથ નારાયણ અને વી સોમન્ના એ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. બોમ્મઇ, તેમના લિંગાયત સમુદાયના હોવા છતાં પક્ષમાં કેટલાક હિત જૂથોને સંતુલિત કરવા પડે છે. બોમ્મઇએ 26 જુલાઇએ તેમના પુરોગામી બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ 28 જુલાઇએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી તરત જ, બોમ્મઈએ જાહેરાત કરી કે, કેબિનેટ વિસ્તરણમાં થોડો સમય લાગશે. નવા મંત્રીમંડળમાં મંત્રીઓને સૂચનો કરવા અંગે યેદિયુરપ્પાએ કહ્યું હતું કે,તેઓ કેબિનેટ વિસ્તરણની કવાયતમાં દખલ કરશે નહીં, અને બોમ્મઇ તેમના મંત્રાલયમાં કોઇને પણ સામેલ કરવા માટે સ્વતંત્ર હતા.