- કર્ણાટકના ગુલબર્ગમાં ભૂકંપના આંચકા
- 3.4 ની નોંધાઈ તીવ્રતા
- કોઈ નુકશાન કે જાનહાનિ નહીં
બેંગલુરુ:કર્ણાટકમાં રવિવારે એટલે કે આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે છ વાગ્યે રાજ્યના ગુલબર્ગ વિસ્તારમાં ધરતી ધ્રુજતી હોવાના અહેવાલ સામે આવ્યા છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ગુલબર્ગમાં સવારે 6 વાગ્યે 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.અત્યાર સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી.
જાણકારી છે કે ચાર દિવસ પહેલા મંગળવારે કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં બાસવાના બાગેવાડી પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા,જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 હતી. કર્ણાટક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના મેનેજિંગ ડિરેક્ટર મનોજ રાજને જણાવ્યું હતું કે,ભૂકંપની તીવ્રતા ખૂબ ઓછી હતી અને ભૂકંપનું ઉદ્દગમ સ્થળથી પાંચથી સાત કિલોમીટરની ત્રિજ્યામાં અનુભવી શકાતી હતી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.