- કર્ણાટકમાં નવો વિવાદ સર્જાયો
- હિજાબ પછી હવે બિંદી વિવાદ શરૂ
- આ રીતે વિવાદ વકરી રહ્યો છે
બેંગ્લોર: કર્ણાટકમાં તો હાલ હિજાબ વિવાદ ચાલી રહ્યો છે, દેશના અન્ય રાજ્યોમાં પણ આ વિવાદ શરૂ થયો છે ત્યારે હવે કર્ણાટકમાં નવો વિવાદ સર્જાયો છે. હિજાબના સમર્થન અને વિરોધમાં દેખાવો અને પ્રદર્શન શાંત પડયાને હજુ વધારે સમય થયો નથી ત્યારે માથા પર કુમકુમ એટલે બિંદી લગાવીને કેમ્પસમાં પ્રવેશ કરવાનો વિવાદ શરું થયો હોવાનું જાણવા મળે છે.
વિધાર્થીનીઓએ આને પોતાની સંસ્કૃતિનો એક ભાગ ગણાવીને વિરોધ કર્યો પરંતુ છેવટે પોલીસે તકેદારી રાખીને મામલાની ગંભીરતા સમજીને શાંત પાડયો હતો. હિજાબ વિવાદ પણ ઉડીપીની એક સરકારી કોલેજમાં 6 મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરીને નહી આવવા કોલેજ સંચાલન દ્વ્રારા જણાવવામાં આવતા શરું થયો હતો.
આ બિંદીને કોલેજવાળાએ ભૂંસવાનું કહેતા મામલો બિચકયો હતો. આ વાત પ્રસરી ત્યારે યુવતીઓના સમર્થનમાં કેટલાક લોકો કેમ્પસ નજીક એકઠા થયા હતા.
આમ તો કોલેજમાં પહેલા પણ નિયમ હતો જ પરંતુ કોરોના મહામારીના પગલે ઘણા સમય પછી કોલેજ શરુ થઇ હતી. એ સમયે હિજાબ પહેરીને આવેલી કોલેજ યુવતિઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. હિજાબ પહેરવાના વિવાદને કર્ણાટક હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે તેની સુનાવણી ચાલી છે.