કર્ણાટકઃ ચામરાજનગર નજીક એરફોર્સનું ટ્રેની વિમાન દૂર્ઘટનાગ્રસ્ત, મહિલા સહિત બે પાયલટનો બચાવ
બેંગ્લોરઃ કર્ણાટકના ચામરાજનગરના મકાલી ગામ પાસે ભારતીય એરફોર્સનું ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનમાં એકક્રાફ્ટમાં સવાર મહિલા સહિત બંને પાયલોટનો બચાવ થયો હતો. ચામરાજ નગર નજીક એરફોર્સનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયા સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા તંત્રએ રાહતનો શ્વાસ લીદો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર મકાલી ગામ પાસે એરફોર્સનું વિમાન ક્રેશ થયાની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ આ બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. દૂર્ઘટનામાં બચી ગયેલા બંને પાયલોટની પણ પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે કેમ તે અંગે પણ તપાસ શરુ કરવામાં આવી છે.
આઈએએફના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાનું તાલીમ માટે ઉપયોગમાં લેવામાં આવતું વિમાન મકાલી ગામ પાસે દુર્ઘટનાનું શિકાર બન્યું છે. જો કે, બાલ તેમાં સવાયર મહિલા પાયલટ સહિત બંને પાયલટ સલામત છે. દૂર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ 2023માં મદ્યપ્રદેશના બાલાઘાટમાં એક ટ્રેની એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. તે સમયે વિમાનમાં એક પાયલોટ અને એક તાલીમાર્થી પાયલોટ હતા. આ દૂર્ઘટનમાં બંનેના મોત થયાં હતા.