કર્ણાટકઃ 8484 એકરમાં ઔદ્યોગિક ટાઉનશિપ ઉભી કરાશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન 6 માર્ચના રોજ કર્ણાટકની મુલાકાત દરમિયાન તુમાકુરુ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ, ચેન્નાઇ બેંગલુરુ ઔદ્યોગિક કોરિડોરના ભાગ રૂપે તુમાકુરુમાં ત્રણ તબક્કામાં 8484 એકરમાં ફેલાયેલી ઔદ્યોગિક ટાઉનશિપનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તુમાકુરુમાં તિપ્તુર અને ચિક્કનાયકનાહલ્લી ખાતે બે જલ જીવન મિશન પરિયોજનાનો શિલાન્યાસ કરશે. તિપ્તુર બહુ-ગ્રામ્ય પીવાલાયક પાણી પુરવઠા પરિયોજના રૂ. 430 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ચિક્કનાયકનાહલ્લી તાલુકાની 147 વસાહતો માટે બહુ-ગ્રામ્ય પાણી પુરવઠા યોજના આશરે રૂ. 115 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. આ પરિયોજનાથી આ પ્રદેશના લોકો માટે પીવાના શુદ્ધ પાણીના પુરવઠાની જોગવાઇને સરળ થશે.