Site icon Revoi.in

કર્ણાટકમાં ગૌહત્યા વિરોધી વટહુકમ મંજૂર

Social Share

મુંબઈઃ કર્ણાટક વિધાનસભામાં ગૌ હત્યા વિરોધી વટહુમક પસાર કરવામાં આવ્યો હતો. હવે તેને મંજૂરી માટે રાજ્યપાલ સમક્ષ મોકલવામાં આવશે. વિધાનસભામાં હોબાળા વચ્ચે ગૌહત્યા અટકાવવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલનો વિરોધ વ્યક્ત કરતા કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાનો બહિષ્કાર કર્યો હતો. આ બિલનું સત્તાવાર નામ બદલીને કર્ણાટક પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઓફ કેટલ બિલ-2020 રાખવામાં આવ્યું હતું.

કર્ણાટકમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. ગૌહત્યા, દાણચોરી, ગોવંશ પર અત્યાચાર, ગોવંશ પર ગેરકાયદેસર મુસાફરી માટે કડક સજાની જોગવાઈ છે. આ કાયદા મુજબ 12 વર્ષની ઉંમર સુધીના પશુઓને પણ મારી નાખવાથી બચાવી લેવામાં આવશે.

આ વિધેયકમાં ગૌહત્યાના કિસ્સાઓમાં ઝડપી ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. પશુઓને રાખવા માટે ગૌશાળા અને એનિમલ શેડ બનાવવામાં આવશે. પશુઓની સ્થિતિ જોવા માટે પોલીસને વધારાની સત્તા આપવામાં આવી છે. એટલું જ નહીં, જે લોકો ગૌવંશ અને અન્ય પ્રાણીઓની સુરક્ષા માટે પ્રયાસ કરશે તેમને પણ સુરક્ષિત રાખવામાં આવશે.