Site icon Revoi.in

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણીપંચે રાજ્યની ટીમોને 185 ચેકપોસ્ટ ઉપર તકેદારી રાખવા નિર્દેશ

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે, બીજી તરફ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવુ ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વ હેઠળ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ ​​મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશકો, નોડલ પોલીસ અધિકારીઓ, CAPFના નોડલ અધિકારીઓ અને અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ એજન્સીઓમાં કર્ણાટક અને તેની સરહદી રાજ્યો- ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળના કોસ્ટ ગાર્ડ, NCB, આવકવેરા વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. તેનો હેતુ વર્તમાન કર્ણાટક વિધાનસભા ચૂંટણી – 2023 સંબંધિત ચૂંટણી વ્યવસ્થાપન અને કાયદો અને વ્યવસ્થાના સંકલનની સમીક્ષા કરવાનો હતો.

સમીક્ષા બેઠકમાં CEC રાજીવ કુમારે કર્ણાટકની ટીમોને રાજ્યની સરહદો પર તકેદારી વધારવા માટે સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને છ પડોશી રાજ્યોમાં 185 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર તકેદારી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે ગેરકાયદે રોકડ, દારૂ, નાર્કોટિક્સ, ફ્રીબીઝની ક્રોસ બોર્ડર હિલચાલ ન થાય. સીઈસીએ અત્યાર સુધીમાં રૂ. 305 કરોડથી વધુની જપ્તીનો ઉલ્લેખ કર્યો હતો. કર્ણાટકમાં વિધાનસભાની 2018માં યોજાયેલી ચૂંટણી દરમિયાન રૂ. 83 કરોડથી વધુની રોકડ સહિતની વસ્તુઓ જપ્ત કરા હતી. મની ફોર્સને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેલા સ્થાનિક અધિકારીઓની જવાબદારી નક્કી કરવા હાકલ કરી હતી.

રાજીવ કુમારે અધિકારીઓને રાજ્યમાં પ્રલોભન મુક્ત ચૂંટણીના કમિશનના ઠરાવને પરિપૂર્ણ કરવા અને તેના ઉલ્લંઘન કરનારાઓમાં વહીવટીતંત્રનો ડર પેદા કરવા માટે સરહદી રાજ્યોની મદદથી જપ્તીમાં વધુ વધારો કરવા જણાવ્યું હતું. તેમણે કોસ્ટ ગાર્ડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના અધિકારીઓને તકેદારી રાખવા અને માદક દ્રવ્યોના જોખમને કાબૂમાં લેવામાં મદદ કરવા નિર્દેશ આપ્યો હતો. સીઈસીએ અધિકારીઓને સોશિયલ મીડિયા પર કડક તકેદારી રાખવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત, તેમણે અધિકારીઓને મતદાનની સંખ્યા વધારવા માટે યુવા અને શહેરી મતદારોની ભાગીદારીનું સ્તર વધુ વધારવા સુચન કર્યું હતું.

ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેએ અધિકારીઓને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા, બિનજામીનપાત્ર વોરંટના પેન્ડિંગનું પાલન કરવા અને ચૂંટણીના સમયગાળા દરમિયાન કડક તકેદારી રાખવા જણાવ્યું હતું, જેથી ડર વિના ચૂંટણી સુનિશ્ચિત કરી શકાય. તેમણે ગેરકાયદેસર દારૂની જપ્તીમાં સુધારાની શક્યતા પર ભાર મૂક્યો હતો. ચૂંટણી કમિશનર અરુણ ગોયલે અધિકારીઓને તકેદારી મજબૂત કરવા અને જાહેર જનતાને કોઈપણ પ્રકારની અસુવિધા પહોંચાડ્યા વિના જપ્તી પછીની કાર્યવાહી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.