Site icon Revoi.in

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ 2615 ઉમેદવારોના EVMમાં સીલ, 13મીએ મતગણતરી હાથ ધરાશે

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની 224 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. સાંજે મતદાન પૂર્ણ થતા 2615 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું હતું. સાંજના 5 કલાક સુધીમાં લગભગ 66 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એકદંરે 70 ટકા જેટલુ મતદાન થયાનું મનાઈ રહ્યું છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે યોજાયેલા મતદાન અનુસાર, સાંજે 5 વાગ્યા સુધીના આંકડા મુજબ આ વખતે સૌથી વધુ મતદાન રામનગર જિલ્લામાં થયું હતું. રામનગર જિલ્લામાં 78.22 ટકા મતદાન થયું હતું. જ્યારે 76.64% સાથે ચિક્કાબલ્લાપુર અને 76.10% સાથે બેંગ્લોર ગ્રામીણમાં મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન BBMP દક્ષિણમાં 48.63 ટકા મતદાન થયું હતું. BBMP દક્ષિણમાં 50.02% અને BBMP મધ્યમાં 50.10% મતદાન નોંધાયું હતું. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા, આઈટી દિગ્ગજ એન. આર. નારાયણ મૂર્તિ, તેમની પત્ની સુધા મૂર્તિ અને મૈસુરના રાજવી પરિવારના સભ્ય રાજમાતા પ્રમોદા દેવીએ બુધવારે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું.

વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કુલ મતદાન 72.10 ટકા હતું. જેમાં 72.68% પુરૂષો, 71.53% મહિલાઓ અને 10% ત્રીજા લિંગના મતદારોએ મતદાન કર્યું હતું. 224 બેઠકોની વિધાનસભામાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભાજપ 104 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી. પાર્ટીને કુલ 36.22 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસના ખાતામાં 80 બેઠકો આવી હતી. જો કે, તેનો વોટ શેર 38.04 ટકા ભાજપ કરતા વધુ હતો. જેડીએસના 37 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. તેને કુલ 18.36 ટકા વોટ મળ્યા હતા.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સિંગલ-ફેઝ મતદાનમાં પ્રથમ ટાઈમર્સ, યુવાનો અને વૃદ્ધોએ સંપૂર્ણ ઉત્સાહ સાથે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આવા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર આવ્યા હતા. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 11.71 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પાત્ર હતા. રાજ્યમાં નોંધાયેલા કુલ મતદારો પૈકી 16,914 મતદારો 100 વર્ષથી વધુ ઉંમરના જ્યારે 80 વર્ષથી ઉપરના મતદારોની સંખ્યા 12.16 લાખ નોંધાઈ હતી.