- ગુજરાતમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભણશે ભગવદ ગીતા
- કર્ણાટક સરકાર પણ જઈ શકે છે ગુજરાત સરકારના રસ્તા પર
- કર્ણાટકમાં પણ વિદ્યાર્થીઓ ભણી શકે છે ભગવદ ગીતા
બેંગ્લોર:ગુજરાતમાં સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 6થી 12માં વિદ્યાર્થી ભગવદ ગીતાને ભણશે અને સ્કૂલો દ્વારા ભગવદ ગીતા ભણાવવામાં આવશે. હવે આ પ્રકારનું ભણતર કર્ણાટકમાં પણ જોવા મળી શકે છે કેમ કે કર્ણાટકની સરકારમાં રાજ્યના શિક્ષણ મંત્રી બી.સી. નાગેશે શુક્રવારે આ બાબતનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે ભગવતદ્દગીતા માત્ર હિંદુઓ માટે નથી, તે બધા માટે છે. નિષ્ણાતોના મતે તે શાળામાં ભણાવવું જરૂરી છે.
કર્ણાટકના શિક્ષણ મંત્રી બી.સી. નાગેશે કહ્યું કે ભગવતદ્દગીતા માત્ર હિંદુઓ માટે નથી, તે બધા માટે છે. નિષ્ણાતોના મતે તે શાળામાં ભણાવવું જરૂરી છે. શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞોની એક સમિતિ બનાવવી પડશે. આ સમિતિ નૈતિક શિક્ષણમાં કયા વિષયો હોવા જોઈએ તે નક્કી કરશે. ભગવતદ્દગીતા હોય, રામાયણ હોય કે મહાભારત હોય, બાળકો પર સારી છાપ પડે તેના પર શિક્ષણ શરૂ કરવામાં આવશે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ, ગુજરાતની ભાજપ સરકારે ધોરણ 6-12 માટે શાળાના અભ્યાસક્રમમાં ભગવતદ્દગીતાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એક દિવસ પહેલા જ ભગવદ ગીતાને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.