Site icon Revoi.in

કર્ણાટકઃ CM સિદ્ધારમૈયા, DyCM ડીકે શિવકુમાર અને મંત્રીમંડળે લીધા શપથ

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભવ્ય વિજય બાદ બાદે સીએમ તરીકે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારે શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં કોંગ્રેસના ધારાસભ્યો અને સ્થાનિક કોંગ્રેસી નેતા-કાર્યકરો અને કોંગ્રેસનું કેન્દ્રીય નૈતૃત્વ ઉપસ્થિત રહ્યું હતું. શપથવિધી સમાહોરમાં રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણી પૂર્વે કર્ણાટકમાં સીએમ સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સરકારના શપથગ્રહણ વિધીમાં કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું.

બેંગ્લોરમાં કોંગ્રેસ સરકારના શપથવિધી સમારોહમાં ભાગ લેવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુ ખડગે, કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના સિનિયર નેતાઓ દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. આ ઉપરાંત તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, મક્કલ નીધી મૈયમના વડા કમલ હસન, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ વગેરે હાજર રહ્યા હતા.

બેંગ્લોરમાં શપથવિધી સમાહોરમાં દેશભરમાંથી આવેલા સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં સીએણ તરીકે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ગુપ્તતાના શપથગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત સતીશ જારકીહોલી, પ્રિયાંક ખેડગે, રામલિંગા રેડ્ડી, કે.એચ.મુનિયપ્પા, કે.જે.જોર્જ, એમ.બી.પાટિલ અને બી.ઝેડ.જમીર અહેમદએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધિ સમારોહને ધ્યાનમાં રાખીને સવારથી જ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.