Site icon Revoi.in

કર્ણાટક કોંગ્રેસ સરકારની પીછેહઠ, પ્રાઇવેટ નોકરીઓમાં કન્નડ લોકોને અનામત આપવાના નિર્ણય અટકાવાયો

Social Share

બેંગ્લોરઃ ખાનગી કંપનીઓમાં આરક્ષણ મામલે ઉદ્યોગ જગતમાં ભારે વિરોધના પગલે કર્ણાટકની સિદ્ધા રમૈયા સરકાર હવે બેકફૂટ પર છે. સરકારના નિર્ણય મામલે વિરોધ વધતા સરકારે 100 % સ્થાનીય લોકોને આરક્ષણ મામલે તેમના કેબીનેટના નિર્ણયને હાલ સ્થગિત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધા રામૈયાએ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી માટે કન્નડ લોકો માટે 100 % આરક્ષણને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પહેલા એક પોસ્ટ કરી હતી. જેમાં કહ્યું હતું કે, કેબિનેટે કર્ણાટકમાં ખાનગી ઉદ્યોગો અને અને અન્ય સંગઠનોમાં પ્રશાશનીક પદો માટે 50% અને બિનપ્રશાશનીક પદો માટે 75% આરક્ષણ વાળા વિધેયકને મંજુરી આપી છે. આ પોસ્ટ બાદ કર્ણાટક સરકારના નિર્ણયનો ચારેતરફ વિરોધ શરુ થઇ ગયો હતો. જે બાદ સરકારે આ નિર્ણયને સ્થગિત રાખ્યો છે.

કર્ણાટકમાં પ્રાઇવેટ કંપનીઓમાં સ્થાનિક લોકોને અનામત આપવાના નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી છે. કર્ણાટક સરકાર હવે નિર્ણય પર પુનર્વિચાર કરશે. કર્ણાટક સરકારની કેબિનેટમાં અનામતને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે નિર્ણય લીધો હતો કે કર્ણાટકમાં પ્રાઇવેટ કંપનીઓમાં ગ્રુપ સી અને ગ્રુપ ડી કેટેગરીની નોકરીઓમાં 100 ટકા સ્થાનિક લોકો માટે અનામત રહેશે, એટલે કે માત્ર કન્નડ લોકોને નોકરીએ રાખી શકાશે. પ્રાઇવેટ કંપનીના મેનેજમેન્ટ લેવલમાં પણ 50 ટકા પદો માત્ર કન્નડ લોકો માટે અનામત રહેશે તથા નોન-મેનેજમેન્ટ પદો પર 75 ટકા અનામત રહેશે. રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું હતું, કે ‘અમારી સરકારની ઈચ્છા છે કે કન્નડ લોકોને પોતાની જમીન પર આરામદાયક જીવન જીવવાનો અવસર મળે. અમારી સરકાર કન્નડ લોકોને સમર્થક સરકાર છે. અમારી પ્રાથમિકતા કન્નડ લોકોનું કલ્યાણ કરવાની છે.’ કર્ણાટક સરકારના આ નિર્ણય પર ચારે તરફથી ભારે વિરોધ થયો હતો. મોટી કંપનીઓ દ્વારા પણ સરકાર પર આ નિર્ણય રદ કરવાનું દબાણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.