Site icon Revoi.in

કર્ણાટકની કોંગ્રેસ સરકારની જાહેરાત, હિજાબ સહીતના 10 કાયદાઓ પાછાં ખેંચશે, કેટલાક સંગઠનો પર મૂકશે પ્રતિબંધ

Social Share

બેંગલુરુ- કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ તેમણે જનતા કરેલા અનેક વાયદાઓ પૂર્ણ કરવાનું વચન આપ્યું છે ત્યારે હવે સરકાર આ વચનો પુરા કરવા પ્રતિબદ્ધ બનતી જોવા મળી રહી છે. આ માટે કોંગર્સ નેતા પ્રિયંકા ગાંઘીએ કેટલીક મહત્વની જાહેરાતો કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કોંગ્રેસ સરકારે સૌથી પહેલા ભાજપ દ્વારા લાવવામાં આવેલા વિવાદાસ્પદ કાયદાને નાબૂદ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કર્ણાટક સરકારના મંત્રી પ્રિયંક ખડગેએ કહ્યું છે કે કોંગ્રેસ સરકાર હિજાબ કાયદો, ગૌહત્યા વિરુદ્ધના કાયદા સહિત 10 કાયદાઓ પરત ખેંચશે.તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યની આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિમાં અવરોધરૂપ એવા તમામ કાયદા રાજ્ય સરકાર પાછા ખેંચી લેશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનના પુત્ર અને મંત્રી પ્રિયંક ખડગે ભાજપની બોમ્માઈ સરકારમાં બનેલા કાયદાને ખતમ કરવાની ઘોષણા કરી ચૂકી છે. તેમણે કહ્યું, ‘ભાજપ સરકારના સમયમાં હિજાબ કાયદો, ગૌહત્યા વિરૂદ્ધ કાયદો, ધર્મ પરિવર્તન કાયદો જેવા 10 જેટલા કાયદાઓ બન્યા હતા જો કે હવે તે કાયદાઓ પાછા ખેંચવામાં આવશે.

આ સહીત બજરંગ દળ તરફ નામ લીધા વિના નિશાન પણ સાધ્યું હતું અને કહ્યું હતું કે એટલું જ નહી પરંતુ બજરંગ દળ તરફ ઈશારો કરતા પ્રિયંક ખડગેએ કહ્યું, ‘કોઈપણ સંગઠન જે આતંક ફેલાવવાનો અથવા કર્ણાટકમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

.પોતા લક્ષઅયની વાત કરતા તેમણે જણાવ્યું કે  અમારું લક્ષ્ય કર્ણાટકને ફરીથી પ્રથમ નંબર બનાવવાનું છે અને અમે આ દિશામાં પગલાં લઈશું. પ્રિયંગ કારગેએ કહ્યું કે હાલમાં અમારી પ્રાથમિકતા પાંચ ગેરંટી પૂરી કરવાની છે જે અમે કરીશું.