કર્ણાટકના કોંગ્રેસ નેતા ડી,કે શિવકુમારે સોનિયા ગાંઘીને મળ્યા બાદ સ્વિકાર્યુ રાજ્યના ઉપ મુખ્યમંત્રીનું પદ
- ડિકે શીવકુમાર બનશે કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી
- સોનિયા ગાંધીને મળ્યા બાદ આ પદનો કર્યો સ્વિકાર
દિલ્હીઃ- કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીના પદને લઈને ભારે મથામણ ચાલી રહી હતી ત્યારે વિતેલા દિવસે આ બન્ને પદના ચહેરાઓ નક્કી કરવામાં આવ્યા છે જેમાં મુખ્યમંત્રી પદ પર સિદ્ધારમૈયા તો ઉપ મુખ્યમંત્પી પદ પર ડિ કે શિવકુમારના નામ પર મ્હોર લાગી છે
જાણકારી પ્રમાણે ખૂબ લાંબી ચર્ચાઓ અને વિચાર-વિમર્શ પછી કર્ણાટક કોંગ્રેસના એકમના વડા ડી.કે. શિવકુમારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકાર્યું છે, અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના હસ્તક્ષેપ પછી આ શક્ય બન્યું છે.
આ સહીત ટોચના નેતૃત્વએ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યા છે અને શિવકુમાર તેમના ડેપ્યુટી હશે. વિતેલા દિવસને બુધવારે મોડી સાંજે સોનિયા ગાંધીએ શિવકુમાર સાથે વાત કરી ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાં સુધી શિવકુમાર મુખ્યમંત્રી પદની માંગ પર અડગ હતા.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો વિચાર રાજ્યનું મુખ્યમંત્રી પદ બીજી વખત સિદ્ધારમૈયાને સોંપવાનો છે, પરંતુ અત્યાર સુધી શિવકુમાર આ પદ પર અડગ હતા.જો કે સોનિયા ગાંઘીને મળ્યા બાદ તેમણે ઉપમુખ્યમંત્રીનું પદ સ્વિકાર્યુ છે.બંને નેતાઓ સિદ્ધારમૈયા અને શિવકુમાર બુધવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલ – અને રાજ્યના ટોચના પદ માટે પોતપોતાના પક્ષો રજૂ કર્યા. ત્યારે હવે રાજ્યમાં 20 તારીખે શપથ ગદ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે.