Site icon Revoi.in

કર્ણાટક ચૂંટણીઃ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેંગ્લોરમાં બેઠક મળશે

Social Share

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવવા જઈ રહી છે. દરમિયાન આવતીકાલે બેંગ્લોરમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. જમાં રાજ્યના મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. દરમિયાન કર્ણાટક કોંગ્રેસના વડા ડી.કે. શિવકુમારે તેમના નિવાસસ્થાનેથી લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમારને કનકપુરા વિધાનસભા મતવિસ્તારમાંથી 71.63% થી વધુ મત મળ્યા છે. તેમણે ભાજપના આર. અશોકને હરાવ્યો છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું, “પહેલા હિમાચલ જીત્યા હવે કર્ણાટકમાં જીત,મતલબ હિમાલયથી સમુદ્ર સુધી કોંગ્રેસની સરકાર છે. ભાજપને ખબર પડી ગઈ હતી કે આપણે હારી જવાના છીએ. મોદીને બદલે ભાજપના લોકોએ યોગી યોગી કરવાનું શરૂ કર્યું, બુલડોઝર ચલાવવાનું શરૂ કર્યું.” તે દર્શાવે છે કે મોદીનો જાદુ ખતમ થઈ ગયો છે. કર્ણાટકની જનતાએ આપેલા નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે બજરંગબલી કોંગ્રેસની સાથે છે. અમે ભાજપ પાસેથી મોટા રાજ્યો છીનવી લીધા છે.”

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહ છે દરમિયાન ભારતીય યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીએ કહ્યું કે, “ભાજપ મુક્ત દક્ષિણ ભારત.” મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે અત્યાર સુધીના સમાચારો કોંગ્રેસનું ખૂબ સારું પ્રદર્શન છે. કર્ણાટકમાં ચોક્કસપણે કોંગ્રેસની સરકાર બનશે. અન્ય પક્ષો સાથે હોર્સ ટ્રેડિંગમાં જોડાવવાનો ભાજપનો પ્રયાસ રહેશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત જોવા મળી રહી છે અને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવે છે તે જોવુ રહ્યું, જો કે, નવા સીએમને લઈને કોંગ્રેસમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે.