કર્ણાટક: વિસ્ફોટક સામગ્રી લઈ જતી ટ્રકમાં થયો બ્લાસ્ટ – આઠ લોકોનાં મોત ,પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
- વિસ્ફોટક સામગ્રી લઈ જતા ટ્રકમાં બ્લાસ્ટ
- 8 લોકોના થયો મોત
- બ્લાસ્ટનો અવાજ દુર સુધી ગુંજ્યો
- કર્ણાટકના શિવમોગા જીલ્લાની ઘટના
દિલ્હીઃ-કર્ણાટકના શિવમોગા જિલ્લામાં ગુરુવારે રાતે અદાજે 10 વાગ્યે આસપાસ વિસ્ફોટક ભરીને જતી ટ્રકમાં ભારે વિસ્ફોટ થયો હતો ,આ ઘટનામાં આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં ,આ સાથે જ આ વિસ્ફોટ એટલો ભયયાનક હતો કે આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટક માઇનિંગના હેતુથી ટ્રક મારફત લઈ જવામાં આવી રહ્યો હતો.
શિવમોગાના જીલ્લા કલેક્ટર કે.બી. શિવકુમારે આ બાબતે પૃષ્ટી કરતા જણાવ્યું હતું કે, ટ્રકમાં થયેલા આ બ્લાસ્ટમાં આઠ લોકોનાં મોત થયા છે, દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને લખ્યું છે કે શિવમોગામાં થયેલા અકસ્માતથી હું દુઃખી છું. આ ઉપરાંત કચેરીએ મૃતકોના પરિવારજનો માટે શોક વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદી કાર્યાલયે પણ ઇજાગ્રસ્તો જલ્દીથઈ સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. રાજ્ય સરકાર દ્વારા તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે.આ સાથે જ કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ટ્વિટ કરીને કહ્યું કે, આ ઘટનાના ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે,અને આરોપી સામે સયક્ત કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે શિવમોગા જ નહીં, નજીકના ચિક્કમગલગુરુ અને દાવણગેરે જિલ્લામાં પણ વવિસ્ફોટના આંચકા અનુભવાયા હતા. આ ઘટનાને નજરે જોનારાનું કહેવું છે કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરોની બારીના કાંચ પણ તૂટી ગયા હતા અને રસ્તાઓ પર તિરાડો પણ પડી હતી. વિસ્ફોટ થતા જ એમ લાગ્યું હતુ કે જાણે ભૂકંપ આવ્યો હોય.
સાહિન-