Site icon Revoi.in

કર્ણાટકઃ જાણીતી અભિનેત્રી પદ્મજા રાવને ચેક બાઉન્સ કેસમાં સજા અને લાખોનો દંડ

Social Share

બેંગ્લોરઃ મેંગલુરુની એક કોર્ટે અભિનેત્રી પદ્મજા રાવને ચાર વર્ષ જૂના 40 લાખ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં ત્રણ મહિનાની સાદી કેદ અને 40.20 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. પ્રથમ વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટની આઠમી કોર્ટે (આઠમી જેએમએફસી કોર્ટ) આ કેસમાં સુનાવણીના અંતે ચુકાદો જાહેર કર્યો હતો.

અરજીમાં આરોપ છે કે, અભિનેત્રી પદ્મજા રાવે વીરુ ટોકિઝના માલિક અને મેંગલુરુના રહેવાસી વીરેન્દ્ર શેટ્ટી પાસેથી 40 લાખ રૂપિયાની લોન લીધી હતી અને સામે ગેરંટી તરીકે ચેક આપ્યો હતો. પૈસા પરત ન કર્યા પછી, જ્યારે શેટ્ટીએ 17 જૂન, 2020 ના રોજ ચુકવણી માટે બેંકમાં ચેક જમા કરાવ્યો, ત્યારે જાણવા મળ્યું કે અભિનેત્રીના ખાતામાં પૂરતા પૈસા નથી જેના કારણે ચેક બાઉન્સ થયો હતો.

30 જૂન, 2020 ના રોજ, શેટ્ટીએ અભિનેત્રીને 15 દિવસની અંદર લોન ચૂકવવા માટે નોટિસ આપી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો જેના પછી તેમણે કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન પદ્મજાએ દલીલ કરી હતી કે તેણે ન તો કોઈ લોન લીધી છે અને ન તો શેટ્ટીને કોઈ ચેક આપ્યો છે.

કોર્ટમાં, અભિનેત્રીના વકીલે દાવો કર્યો હતો કે, તેના ઘરેથી તેના ચેક કોઈએ ચોર્યા હતા, જો કે તે તેના દાવાને સાબિત કરવા માટે કોર્ટમાં કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. આખરે સુનાવણી પૂર્ણ કર્યા બાદ કોર્ટે અભિનેત્રીને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી અને તેમને 40.20 લાખ રૂપિયાનો દંડ ભરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

#PadmajaRao #KarnatakaNews #CheckBounceCase #PadmajaRaoCase #KarnatakaActress #LegalNews #CheckBounce #CelebCourtCase #KarnatakaUpdates #ActressFined