- તેમના જરૂરી સેમ્પલ તપાસ અર્થે મોકલાયાં
- કર્ણાટક સરકાર આવી હરકતમાં
બેંગ્લોરઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પગલે ફફડાટ ફેલાયો છે. ભારતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચુકી છે. કર્ણાટકમાં બે દર્દીઓ ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યાં હતા. જેમની હાલ સારવાર શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન તેમના સંપર્કમાં આવેલી પાંચ વ્યક્તિ પણ કોરોના સંક્રમિત થઈ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં ઓમિક્રોનના બે કેસ મળી આવતા કેન્દ્રીય આરોગ્ય વિભાગે રાજ્ય સરકારોને સાબદા રહેવાની સાથે જરૂરી સુચનો કર્યાં છે. જો કે, સરકારે જણાવ્યું હતું કે, સ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. કર્ણાટકમાં ઓમિક્રોનના બે દર્દીઓના સંપર્કમાં આવેલા પાંચ લોકોના પણ કોરોના સંક્રિમત હોવાનું સામે આવ્યું છે. જો કે, તેમના સ્ટ્રેનની કોઈ પુષ્ટિ થઈ નથી. જીનોમ સેક્કેંસિંગ માટે સેમ્પલ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યાં છે. કર્ણાટકમાં 66 અને 46 વર્ષની બે વ્યક્તિઓ ઓમિક્રોન સંક્રિમત મળી આવ્યાં હતા.
આફ્રિકન દેશમાંથી દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલા ઓમિક્રોનના કેસ પગલે ફફટાડ ફેલાયો છે. ભારત સરકારે રાજ્ય સરકારોને વિવિધ નિર્દેશ કર્યાં છે. તેમજ તમામ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં તેમના સાત દિવસ હોમ ક્વોરન્ટાઈન રાખવામાં આવી રહ્યાં છે. બીજી તરફ દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા ટેસ્ટીંગ વધારવાની સાથે રસીકરણ અભિયાન પણ તેજ બનાવવામાં આવ્યું છે.