- કર્ણાતક સરકારનો નિર્ણય
- કોરોનાના પ્રોટોકોલનું કરવું પડશે પાલન
બંગલુરુ – ચીનમાં વધતા કોરોનાના કેસોને લઈને ભારત સરકાર પણ સતર્ક બની છે,અનેક ગાઈડલાઈન રજૂ કરીને લોકોને સાવતેર રહેવા જણાવવામાં આવી રહ્યું છે તો રાજ્યની સરકાર પણ કોરોનાને લઈને ગંભીરતા દાખવી રહી છે આ મામલે કર્ણાટક સરકારનું સખ્ત વલણ જોવા મળી રહ્યું છે. આ સપ્તાહના સોમવારે, કર્ણાટક સરકારે ઘણા દેશોમાં, ખાસ કરીને પાડોશી ચીનમાં વધતા કોવિડ -19 કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રેસ્ટોરાં, પબ, થિયેટર હોલ, શાળાઓ અને કોલેજોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.ત્યારે હવે શાળાઆ કોલેજમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત બનાવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણ ેથોડા દિવસ પહેલા કર્ણાટક સરકારે જાહેર સ્થળો માસ્ક કહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું ત્યારે હવે શાળા અને કોલેજોમાં પણ માસ્ક બનવું ફરજીયાત કર્યું છે.પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટક સરકારે બુધવારે શાળાઓ અને કોલેજોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત હોવાના આદેશ આપ્યા છે. જેથી હવે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને શાળામાં માસ્ક પહેરવાની સૂચના આપી રહ્યા છે.