મંદિરો પાસેથી ટેક્સ વસુલવા મામલે કર્ણાટકની કોંગ્રેસ સરકારની પીછેહઠ, વિધાન પરિષદમાં અટક્યું વિધેયક
બેંગ્લુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની પીછેહઠ થઈ છે. કર્ણાટક સરકારનું હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ સંશોધન વિધેયક વિધાન પરિષદમાં પસાર થઈ શક્યું નથી. વિપક્ષી દળ કોંગ્રેસ અને જેડીએસએ બિલનો વિરોધ કર્યો હતો. વિધાન પરિષદમાં વિપક્ષ પાસે બહુમત છે જેના પરિણામે વિપક્ષના વિરોધને પગલે આ બિલ પાસ થઈ શક્યું ન હતું. મંદિર વિધાયકને ગત અઠવાડિયે કોંગ્રેસ સરકારે વિધાનસભામાં પસાર કર્યું હતું. જે બાદ વિધાન પરિષદમાં રજુ કરવામાં આવ્યું હતું.
વિધેયક અનુસાર રાજ્યમાં જે મંદિરોની વાર્ષિક આવક 10 લાખથી એક કરોડ સુધીની છે તેમની પાસેથી 5 ટકા ટેક્સ લેવામાં આવશે. જ્યારે જે મંદિરોની આવક એક કરોડથી વધારે છે તેની પાસેથી 10 ટકા ટેક્સ લેવામાં આવશે. મંદિરોની આવકમાંથી મળનારા ફંડને એક કોમન પૂલ ફંડમાં રાખવામાં આવશે. જેના થકી વહીવટી તંત્ર દ્વારા ધાર્મિક પરિષદ કરશે. આ ફંડથી રાજ્યના સી કેટેગરીના એવા મંદિરોના પુજારિયોના કલ્યાણ માટે ઉપયોગ કરવામાં આવશે. જેની કમાણી વાર્ષિક લગભગ પાંચ લાખથી ઓછી છે.
ભાજપ અને જેડીએસએ આરોપ લગાવ્યો હતો કે, સરકાર મંદિરો પાસેથી ટેક્સ વસુલીને પોતાની તિજોરી ભરવા માંગે છે. સરકારે ઓછી આવકવાળા મંદિરોના પુજારીઓના કલ્યાણ માટે બજેટમાં અલગથી ફંડની ફાળવણી કરવી જોઈએ. જ્યારે કોંગ્રેસે બચાવ કર્યો હતો કે, વર્ષ 2011માં ભાજપ સરકાર આવુ જ વિધેયક લઈને આવી હતી. જેમાં મંદિરોમાં 5થી 10 લાખની આવક ધરાવતા મંદિરો પાસેથી પાંચ ટકા અને 10 લાખથી વધુની આવક ધરાવતા મંદિરો પાસેથી 10 ટકા ટેક્સ લગાવાની જોગવાઈ હતી.
સરકારે બચાવમાં જણાવ્યું હતું કે, હાલમાં વિધેયકમાં ઓછો ટેક્સ લગાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા નિયંત્રિત મંદિરોની સમિતિના અધ્યક્ષ સરકારના હશે. વિપક્ષે તેનો પણ વિરોધ કર્યો હતો. વિપિક્ષના વિરોધને લઈને કોંગ્રેસ સરકારના મંત્રી રામાલિંગા રેડ્ડીએ દાવો કર્યો હતો કે, સરકાર મંદિર સમિતિના અધ્યક્ષના નામાંકનમાં કોઈ હસ્તક્ષેપ કરશે નહીં. તેમજ મંદિરો પાસેથી વસુલવાના ટેક્સમાં ઘટાડો કરવાની વિચારણા ચાલી રહી છે. જોકે, વિપક્ષે આ દલીલ પણ ફગાવી દીધી હતી.