બેંગલુરપઃ- કાર્ણાટકની સરકારે આજરોજ 15 સપ્ટેમ્બરને શુક્રવારના દિવસેઆંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ’ની ઉજવણી કરી આ ઉજવણીના ભાગરૂપે બંધારણની પ્રસ્તાવના વાંચવાની એક મોટા કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
કર્ણાટકના સમાજ કલ્યાણ પ્રધાન એચસી મહાદેવપ્પાએ બુધવારે કહ્યું હતું કે દેશ અને વિદેશમાં જીવનના તમામ ક્ષેત્રના લગભગ 2.28 કરોડ લોકોએ બંધારણની પ્રસ્તાવના વાંચવા માટે નોંધણી કરાવી છે. તેમણે કહ્યું હતું કે, ભારત અને વિદેશમાંથી 2,27,81,894 લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.તેમણે કહ્યું હતું કે અમને આશા હતી કે પાંચ કે 10 લાખ લોકો નોંધણી કરશે, પરંતુ તે એક આંદોલન બની ગયું.
પ્રાપ્ત માહિતી પ્રમાણએ બંઘારણની પ્રસ્તાવના વાંચવાના આ કાર્યક્રમમાં એક જ સમયે ભારત અને વિદેશમાંથી લાખો લોકોએ હાજરી આપી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત અને વિદેશમાંથી લાખો લોકો આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
મીડિયા રિપોર્ટસ મુજબ આ મેગા ઈવેન્ટમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને અન્ય ઘણા મહેમાનોએ અહીં ‘વિધાન સૌધા’ ની પ્રસ્તાવના વાંચીને કાર્યનું નેતૃત્વ કર્યું, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને અન્ય લોકોએ હાજરી આપી હતી.
વઘુ જાણકારી પ્રમાણે અહી આમંત્કીત સભાને સંબોધતા, સિદ્ધારમૈયાએ કહ્યું કે કોંગ્રેસ સરકારે પાંચમાંથી ચાર ‘ગેરંટી’ (ચૂંટણી પહેલાંના વચનો) પૂરા કર્યા છે અને રાજ્ય સરકારે પોતાનો શબ્દ રાખ્યો છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બંધારણનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે.લોકશાહીના વિચારને સમજાવવા તેમણે કહ્યું હતું કે કોર્પોરેટ, ખાનગી, સરકારી અને બેંકિંગ ક્ષેત્રો સહિત ઘણા દેશોના લોકોએ બંધારણની પ્રસ્તાવના વાંચવા માટે નોંધણી કરાવી છે. મહાદેવપ્પાએ કહ્યું હતું કે કાર્યક્રમના આયોજનનો હેતુ માત્ર લોકોને, ખાસ કરીને યુવાનોને લોકશાહી અને બંધારણના વિચારને સમજવાનો હતો.