Site icon Revoi.in

કર્ણાટકઃ મતદાન પહેલા CM બોમાઈ સહિતના નેતા-કાર્યકરોએ કર્યું હનુમાન ચાલીસાનું પઠન

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકમાં આવતીકાલે બુધવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે તે પહેલા બજરંગ દળ ઉપર કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પ્રતિબંધને લઈને કરેલી જાહેરાતને પગલે વિવાદ વકર્યો છે અને કોંગ્રેસને ભગવાન શ્રી રામ બાદ હવે ભગવાન શ્રી હનુમાન દાદાના વિરોધમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના એલાનના પગલે બજરંગ દળમાં પણ ઉગ્ર રોષ ફેલાયો છે. દરમિયાન મંગળવારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશમાં હનુમાન ચાલીસાના પઠનની જાહેરાત કરી હતી. દરમિયાન આજે કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ અને ભાજપના અનેક તેના કાર્યકરોએ હનુમાન ચાલીસાનું પઠન કરતા વિરોધનું વાવાઝોડું ઉભુ થયું હતું. એટલું જ નહીં મતદાન પહેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોએ હનુમાન ચાલીસાનું પઠન કરતા હોવાના મામલે ચૂંટણી પંચે પણ ગંભીર નોંધ લીધી હોવાનું જાણવા મળે છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે બુધવારે મતદાન થવાનું છે. આ પહેલા કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ બજરંગ બલીના આશ્રયસ્થાનમાં પહોંચ્યા હતા. સીએમ બોમાઈ હુબલીના હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યા હતા. કર્ણાટકમાં બજરંગ બલીનો મામલો સામે આવ્યો છે. ચૂંટણીમાં ‘બજરંગ બલી’ની એન્ટ્રી એવા સમયે થઈ છે જ્યારે કોંગ્રેસે ગયા અઠવાડિયે જાહેર કરેલા તેના ઢંઢેરામાં બજરંગ દળ, પીએફઆઈ જેવા સંગઠનો પર કડક પગલાં લેવાની વાત કરી હતી. કોંગ્રેસના વચન વિરુદ્ધ મંગળવારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે દેશભરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં બજરંગબલીની એન્ટ્રી થઈ હતી. તેમજ આ મામલે કોંગ્રેસ ઉપર ભાજપાએ આકરા પ્રહાર કરવાની સાથે ગંભીર આક્ષેપ કર્યાં હતા. બીજી તરફ કોંગ્રેસ પણ વિવાદ વકરતા બચાવની સ્થિતિમાં આવી ગઈ છે.

ચૂંટણી પંચ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ અને કાર્યકરોને હનુમાન ચાલીસાનું પઠન કરતા અટડકાવતા મામલો બિચક્યો હતો. તેમજ ચૂંટણી પંચના અધિકારીઓ અને બજરંગદળ-વિહિપના નેતાઓ કાર્યકરો સામે આવી ગયા છે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદે દાવો કર્યો હતો કે, આ ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો નથી પરંતુ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો વિરોધ કરી રહ્યાં છીએ.