Site icon Revoi.in

કર્ણાટકઃ કોરોનાની સ્થિતિને કારણે બેંગલુરૂ માં 16 ઓગસ્ટ સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ

Social Share

બેંગલુરુઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ શંકાઓ સાચી પડી રહી હોય તે રીતે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને કેરળમાં વધતા કેસો ચિંતાનો વિષય છે, તો બીજી તરફ કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને નવા પ્રતિબંધિત આદેશો જારી કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે જારી કરવામાં આવેલા આદેશ પ્રમાણે શહેરમાં બુધવાર 16 ઓગસ્ટ સુધી ફરીથી રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.જે રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.

કોવિડના નવા કેસ નોંધાયા હોવાથી બેંગ્લુરુ શહેરમાં કેટલાક એપાર્ટમેન્ટ્સને કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે વિદેશ પ્રવાસ અને મુસાફરીની માહિતી છુપાવવાને કારણે હાલત કથળી રહી છે.જેને કારણે, એપાર્ટમેન્ટ્સ કન્ટેનમેન્ટ ઝોનમાં રૂપાંતરિત થાય છે.

બેંગ્લુરુ પોલીસે બુધવારે શહેરમાં કોવિડ -19 પ્રતિબંધ હેઠળ નાઇટ કર્ફ્યુ અને કલમ 144 જેવા કડક પગલાં લીધા હતા, જેથી વધતા જતા કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરી શકાય. પડોશી દેશ કેરળમાં નવા કેસોમાં થયેલા વધારાને કારણે કર્ણાટકમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આ સિવાય, ડેલ્ટા વેરિએન્ટને કારણે કર્ણાટકમાં પણ કેસ વધી રહ્યા છે. કલમ 144 હેઠળ ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

આ પહેલા પણ કમિશનરોને તેમના જિલ્લાઓમાં પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે જરૂર પડ્યે પ્રતિબંધક આદેશો જારી કરવાની મંજૂરી આપી હતી. ત્યાર બાદ બેંગ્લુરુના પોલીસ કમિશનરે આ મહત્વનો નિર્ણય જારી કર્યો છે.રાજ્ય સરકારે કહ્યું હતું કે રાજ્યમાં કોવિડ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને  તેમાં જોવા મળ્યું છે કે સરહદી રાજ્યોમાં તેમજ આપણા રાજ્યમાં કેટલાક સ્થળોએ નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે.