- કોરોનાને લઈને અનેક રાજ્ય સતર્ક
- કર્ણાટકે ગાઈડલાઈન રજૂ કરી
બેંગલુરુઃ- ચીનમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે ત્યારે દિવસ દરમિયાન અહીં કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છએ આવી સ્થિતિ ભારત પણ સતર્ક બન્યું છે,એરપોર્ટ પર લોકોનું ફરી પરિક્ષણ કરવામાં આવી રહ્યું છએ સાથે જ મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે આવી સ્થિતિમાં દરેક રાજ્યો પણ સતર્ક બની રહ્યા છે
જાણકારી પ્રમાણે હવે કોરોનાને લઈને કર્ણાટક રાજ્ય વધુ સતર્ક બન્યું છે.આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 196 નવા કેસ નોંધાયા છે અને બે લોકોના મોત થયા છે. તે જ સમયે, સક્રિય કેસ વધીને 3,432 થઈ ગયા છે
આ સહીત કોરોનાના કહેરને જોતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પોતાની તૈયારીઓ સુધારવા માટે કહ્યું છે. બીજી તરફ હવે નવુ વર્ષ શરુ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ અવસરે અનેક લોકો એક જગ્યાએ એકઠા થી શકે છે ત્યારે કર્ણાટક સરકારે નવા વર્ષની ઉજવણી અને માસ્ક અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.
જાણકારી અનુસાર રાજ્ય સરકારે સિનેમાઘરો, શાળાઓ અને કોલેજોમાં માસ્ક ફરજિયાત બનાવ્યા છે. પબ, રેસ્ટોરન્ટ અને બારમાં નવા વર્ષની ઉજવણી માટે માસ્ક ફરજિયાત રહેશે. નવા વર્ષની ઉજવણી સવારે 1 વાગ્યા પહેલા પૂર્ણ થશે. સરકારે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ હવે સાવચેત રહેવાની જરુર છે.રાજ્યમાં હવેથી મુવી થિયેટર, સ્કુલ, કોલેજમાં માસ્ક ફરજીયાત બનાવાયા છે. આ ઉપરાંત નવા વર્ષની ઉજવણી માટે પબ, રેસ્ટોરા, બાર સહિતના સ્થળોએ પણ માસ્ક પહેરવો ફરજીયાત બનશે અને રાત્રીના 1 વાગ્યે તમામ પ્રકારની ઉજવણી બંધ કરવાના આદેશ અપાયા છે.