Site icon Revoi.in

કર્ણાટકની કોંગ્રેસ સરકારે મુસ્લિમોને ઓબીસીની યાદીમાં સામેલ કર્યાં, વિવાદ વકરવાની આશા

Social Share

નવી દિલ્હીઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારે આરક્ષણનો લાભ આપવા માટે મુસ્લિમોને પછાત વર્ગ એટલે કે ઓબીસીમાં સામેલ કર્યાં છે. તેમ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે જણાવ્યું હતું. એનસીબીસીએ કર્ણાટક સરકારના આંકડાનો હવાલો આપીને પુષ્ટી કરી છે. રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગએ જણાવ્યું હતું કે, કર્ણાટક સરકારના આંકડા અનુસાર, કર્ણાટકની તમામ મુસ્લિમ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર હસ્તક રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં આરંક્ષણ માટે ઓબીસીની યાદીમાં સામેલ કરાયાં છે. શ્રેણી 2-બી હેઠળ કર્ણાટક રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસી માનવામાં આવ્યાં છે. આયોગે કહ્યું કે, શ્રેણી-1માં મુસ્લિમોના 17 સમુદાયનો સમાવેશ કરાયો છે. જ્યારે શ્રેણી-2એમાં 19 સમુદાયને ઓબીસી માનવામાં આવ્યાં છે.

એનસીબીસીના અધ્યક્ષ હંસરાજ ગંગારામ અહીરના જણાવ્યા અનુસાર કર્ણાટક સરકારમાં નિયંત્રણાધીન નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં આરંક્ષણ માટે કર્ણાટકના તમામ મુસ્લિમ ધર્માવલંબિયોએ ઓબીસીની રાજ્યની યાદીમાં સામેલ કર્યાં છે. કર્ણાટક સરકારએ પછાત વર્ગ કલ્યાણ વિભાગએ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને લેખિત રુપથી જાણ કરાઈ છે કે, મુસ્લિમ અને ઈસાઈ જેવા સમુદાય ન તો જાતિ છે અને ન ધર્મ. કર્ણાટક રાજ્યમાં મુસ્લિમ વસ્તી 12.92 ટકા છે. કર્ણાટકમાં મુસ્લિમોને ધાર્મિક લઘુમતી માનવામાં આવે છે. વર્ષ 2011માં વસ્તી ગણતરી અનુસાર કર્ણાટક રાજ્યમાં મુસ્લિમોની વસતી 12.32 ટકા છે.

જે 17 મુસ્લિમ સમુદાયોને શ્રેણી 1માં ઓબીસી માનવામાં આવ્યાં છે, જેમાં નદાફ, પિંજર, દરવેશ, છપ્પરબંધ, કસાબ, ફુલમાળી, નાલબંધ, કસાઈ, અથારી, શિક્કાલિગારા, સિક્કાલિગર, સાલાબંધ, લદાફ, થિકાનગર, બાજીગારા, જોહારી અને પિંજારીનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એનસીબીસીએ કર્ણાટકની કોંગ્રેસ સરકારના નિર્ણયની ટીકા કરી છે. તેમજ તેને સમાજીક ન્યાયના સિદ્ધાંતને નબળો બનાવ્યો છે. આયોગે કહ્યું કે, આ નિર્ણયથી રાજ્યના અન્ય પછાત વર્ગના લોકોના અધિકારીઓને હાની થઈ છે. કોંગ્રેસ ઉપર મુસ્લિમોના તૃષ્ટીકરણના વર્ષોથી આરોપ લાગી રહ્યાં છે. દરમિયાન કર્ણાટકની કોંગ્રેસ સરકારના આ નિર્ણયથી આગામી દિવસોમાં વિવાદ વધુ વકરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.