- લોકેન્દ્ર કાલવી કરણી સેનાના સ્થાપક છે
- પદ્માવત ફિલ્મના વિરોધ વખતે લાઈમટાઈમમાં રહ્યા હતા
દિલ્હી – શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું વિતેલી મોડી રાત્રે જયપુરની એસએમએસ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું કહેવાય રહ્યું છે.
જાણકારી પ્રમાણે લોકેન્દ્ર કાલવી ઘણા સમયથી બીમાર હોવાથઈ સારવાર લઈ રહ્યા હતા. જૂન 2022માં તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારથી તેમની તબિયત સારી રહેતી નહતી અને તેના કારણે તેઓની સારવાર ચાલી રહી હતી.
આ સાથે જ તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાજપૂત સભા ભવન જયપુરમાં રાખવામાં આવશે. જે પછી કાલવીના અંતિમ સંસ્કાર આજરોજ મંગળવારે બપોરે 2 વાગ્યે નાગૌર જિલ્લાના તેમના વતન કાલવી ગામમાં કરવામાં આવશે.
રાજસ્થાનના નાગૌર જિલ્લાના કાલવી ગામના રહેવાસી લોકેન્દ્ર સિંહ કાલવીના પિતા કલ્યાણ સિંહ કાલવી રાજસ્થાન અને કેન્દ્ર સરકારમાં મંત્રી હતા. સતી ચળવળમાં સક્રિય રહેલા કાલવી માનતા હતા કે તેઓ પછીથી રાજકારણી છે, રાજપૂત પહેલા છે. લોકેન્દ્ર સિંહ કાલવી પણ તેમના પિતાની શૈલીમાં સક્રિય રહ્યા. કાલવીના ભાજપ, કોંગ્રેસ અને જનતા દળના ઘણા મોટા લોકો સાથે સારા સંબંધો રાખ્યા છે.તેઓ છેલ્લે ત્યારે લાઈમલાઈટમાં આવ્યા હતા જ્યારે ફિલ્મ પદ્માવતને લઈને આખા દેશમાં હોબાળો મચી ગયો હતો. જો કે આ પહેલા તેણે જોધા-અકબર ફિલ્મ સામે પણ અવાજ ઉઠાવ્યો હતો.