મુંબઈઃ- અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયાર અડવાનીની ફિલ્મ સત્ય પ્રેમકી કથા શરુઆતમાં કઈ ખાસ કલેક્શન કરવામાં સફળ રહી ન હતી પરંતુ રિલીઝના 12 દિવસ બાદ હવે ફઇલ્મ 100 કરોની ક્લબમાં સામેલ થઈ ચૂકી છે.
જાણકારી પ્રમાણે આ ફિલ્મ વિશ્વભરમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.બોક્સ ઓફિસ પર ભલે ધીમી ચાલી રહી હોય, પરંતુ ફિલ્મે વિશ્વભરમાં તેની કમાણી હરકરાર રાખી છે. ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી છે.
ફિલ્મ સત્યપ્રેમ કી કથાના 11મા દિવસના કલેક્શન પછી મોટો ઘટાડો થયો છે. 12માં દિવસે ફિલ્મે માત્ર 2 કરોડની કમાણી કરી છે, જે 11માં દિવસે 5.25 કરોડ હતી. જો કે ફિલ્મની કુલ કમાણી 68.06 થઈ ગઈ છે, જે ફિલ્મના અંદાજે 60 કરોડના બજેટ કરતાં વધુ છે. જો કે દુનિયાભરમાં 100 કરોડની ક્લબમાં ફિલ્મ સામેલ થઈ ચૂકી છે.
આ અગાઉના કલેક્શની જો વાત કરીએ તો આ ફિલ્મે પહેલા દિવસે 9 કરોડ અને બીજા દિવસે 7 કરોડ, ત્રીજા દિવસે 10.15 કરોડનું કલેક્શન કર્યું છે. અને ચોથા દિવસે 12 કરોડ અને 5માં દિવસે 4 કરોડ, 6ઠ્ઠા દિવસે 4.20 કરોડ. કરોડ, 7માં દિવસે રૂ. 3.45 કરોડ, 8માં દિવસે રૂ. 3.25 કરોડ અને 9માં દિવસે 2.50 કરોડ અને 10માં દિવસે રૂ. 4 કરોડ. , 11મા દિવસે 5.50 કરોડ અને વિશઅવભરમાં 12 દિવસમાં 100 કરોડનું કલેક્શન કરીને 100 કરોડની ક્લબમાં ફઇલ્મ સામેલ થઈ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને એક્ટ્રેસ કિયારા અડવાણીની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ 29 જૂને રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને દર્શકોમાં પહેલેથી જ ઘણો ક્રેઝ હતો. તે જ સમયે, હવે આ ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળતો જોઈ શકાય છે.