મુંબઈઃ- ગુરુવારને 30 જુલાઈ બકરીઈદના અવસર પર અભિનેતા કાર્કિત આર્યન અને અભિનેત્રી કિયારા અડવાનીની ફિલ્મ સત્ય પ્રેમ કી કથા સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી શરુઆતમાં આ ફિલ્મે સારી કમાણી કરી પરંતુ બીજા દિવસે સ્લો ગઈ હતી ત્યાર બાદ ફરી વિકેન્ડ પર ફિલ્મને સારો લાભ મળ્યો હતો.
આ બન્ને કલાકારની જોડી ભૂલ ભુલૈયા 2 બ્લોકબસ્ટર સાબિત થઈ છે, ત્યાર બાદ સત્યપ્રેમ કી કથા સાથે તેઓ ફરી ઘૂમ મચાવી રહ્યા છે. સત્તુ અને કથાની કેમેસ્ટ્રી પ્રેક્ષકોને ખૂબ જ પસંદ આવી છે અને તેણે રવિવારે ફિલ્મને બમ્પર કમાણી કરી. ચોથા દિવસે કલેક્શન છેલ્લા ત્રણ દિવસથી વધુ પડ્યું છે અને આ સાથે ફિલ્મ 40 કરોડની નજીક પહોંચી ગઈ છે.
આ ફિલ્મ પહેલા દિવસથી જ ટિકિટ વિન્ડો પર સારું કલેક્શન કરી રહી છે. જોકે શુક્રવારે કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ શનિવારથી તેણે જે ઝડપ પકડી છે જેણે રવિવારના રોજ બમ્પર કમાણી કરી લીધી .કાર્તિક-કિયારાની આ રોમ કોમને સ્ક્રીન પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ફિલ્મે પ્રથમ દિવસે 9.25 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર આશા જગાવી છે. આ પછી શુક્રવારે કમાણીમાં ઘટાડો નોંધાયો અને માત્ર 7 કરોડ રૂપિયાની કમણઆ કરી. ત્યાર બાદ ત્રીજા દિવસે શનિવારે ફિલ્મે ડબલ ડિજિટમાં કમાણી કરી હતી અને આંકડો 10.10 કરોડની નજીક પહોંચી ગયો હતો. જ્યારે વિકેન્ડ રવિવારના દિવસે ફિલ્મે 12 થી 12.80કરોડની કમાણી કરી હતી.