Site icon Revoi.in

ગંભીર આરોપો બાદ કાર્તિકેય સિંહ પાસેથી કાયદા મંત્રાલય છીનવાયુ,હવે CM નીતિશે આ જવાબદારી સોંપી 

Social Share

પટના :બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કાર્તિકેય સિંહ પાસેથી કાયદા મંત્રાલય પાછું લઈ લીધું છે. કાર્તિકેય સિંહ અનંત સિંહની નજીક માનવામાં આવે છે.કોર્ટે આરજેડી ધારાસભ્ય કાર્તિકેય સિંહ વિરુદ્ધ જૂના અપહરણ કેસમાં વોરંટ જારી કર્યું હતું.ત્યારથી તે વિવાદમાં હતા.આ અંગે ભાજપ સતત નીતીશ સરકાર પર નિશાન સાધતું હતું.

 શમીમ અહેમદ બન્યા કાયદામંત્રી 

વિવાદ વધ્યા બાદ નીતિશ કુમારે કાર્તિકેય સિંહ પાસેથી કાયદા મંત્રાલય પાછું લઈ લીધું હતું. જો કે કાર્તિકેય સિંહ હજુ પણ મંત્રી રહેશે. હવે તેમની પાસે શેરડી ઉદ્યોગ મંત્રાલય હશે. જ્યારે શમીમ અહેમદને હવે શેરડી ઉદ્યોગને બદલે કાયદો વિભાગ આપવામાં આવ્યો છે.

16 ઓગસ્ટે લીધા હતા શપથ 

કાર્તિકેય સિંહે 16 ઓગસ્ટે બિહારમાં કેબિનેટ વિસ્તરણમાં મંત્રી પદના શપથ લીધા હતા.તેઓ આરજેડીના ક્વોટામાંથી મંત્રી બન્યા.આ પછી કાર્તિકેય સિંહને કાયદા મંત્રાલય આપવામાં આવ્યું હતું. જોકે ત્યારથી વિવાદ શરૂ થયો હતો.

કોર્ટે જારી કર્યું હતું વોરંટ 

RJD ધારાસભ્ય કાર્તિકેય સિંહ વિરુદ્ધ 16 ઓગસ્ટે કોર્ટમાં શરણાગતિનું વોરંટ જારી કરવામાં આવ્યું હતું. કાર્તિકેય સિંહ વિરુદ્ધ અપહરણનો કેસ નોંધાયેલો છે, આ માટે તેમની વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યું હતું, પરંતુ તેમણે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું ન હતું અને તેઓ 16 ઓગસ્ટના રોજ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવા પહોંચ્યા હતા.