નવી દિલ્હીઃ દેશની જનતા 26મી નવેમ્બર 2008ના દિવસે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાને ક્યારેય ભૂલશે નહીં. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મુંબઈ આવેલા 10 આતંકવાદીઓએ તબાહી મચાવી હતી. સુરક્ષા એજન્સીઓ 9 આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. જ્યારે કસાબને જીવતો ઝડપી લીધો હતો. તેની તપાસમાં પાકિસ્તાનની સંડોવણીના ચોંકાવનારા ખુલાસા થયાં હતા. લશ્કર એ તૈયબાના આતંકવાદીઓએ કરેલા હુમલામાં અનેક નિર્દોશ લોકોના મોત થયાં હતા. 12 વર્ષ પહેલા આજના દિવસે જ કોર્ટે આતંકવાદના ચહેરા તરીકે ઓળખાતા કસાબને મોતની સજાનો આદેશ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં 160 થી વધુ નાગરિકો માર્યા ગયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા. આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં મુંબઈ પોલીસ, NSG અને SPGના 10થી વધુ જવાનો શહીદ થયા હતા. સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે લડત આપી અને 9 આતંકવાદીઓને ઠાર કર્યા હતો. જ્યારે આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો. હુમલાના બીજા જ દિવસે એટલે કે 27 નવેમ્બરના રોજ કસાબની જુહુ ચોપાટી પરથી ધરપકડ કરવામાં આવી હતી.
જાન્યુઆરી 2009માં સ્પેશિયલ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ. આ દરમિયાન કસાબને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો. આ કેસમાં ઉજ્જવલ નિકમને સરકારી વકીલ બનાવવામાં આવ્યા હતા. 25 ફેબ્રુઆરીએ 11 હજાર પેજની પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન કસાબ નાનો હોવા છતાં પણ વિવાદ ચાલુ રહ્યો હતો. આ વર્ષે મે મહિનામાં પ્રથમ પ્રત્યક્ષદર્શીઓએ હુમલામાં કસાબની સંડોવણીની પુષ્ટિ કરી હતી.
હુમલાના બીજા જ દિવસે એટલે કે 27 નવેમ્બરના રોજ કસાબની જુહુ ચોપાટી પરથી ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2009માં સ્પેશિયલ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ. આ દરમિયાન કસાબને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો. આ કેસમાં ઉજ્જવલ નિકમને સરકારી વકીલ બનાવવામાં આવ્યા હતા. 25 ફેબ્રુઆરીએ 11 હજાર પેજની પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન કસાબ નાનો હોવા છતાં પણ વિવાદ ચાલુ રહ્યો હતો. આ વર્ષે મે મહિનામાં પ્રથમ પ્રત્યક્ષદર્શીઓએ હુમલામાં કસાબની સંડોવણીની પુષ્ટિ કરી હતી. માર્ચ 2010 માં કેસ સંબંધિત સુનાવણી પૂર્ણ થઈ. 3 મે 2010ના રોજ કોર્ટે કસાબને 26/11ના હુમલામાં દોષિત જાહેર કર્યો અને 6 મેના રોજ તેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
2011માં આ મામલો બોમ્બે હાઈકોર્ટમાં ગયો હતો અને હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ કસાબને રાહત આપી ન હતી અને ફાંસીની સજાને મંજૂરી આપી હતી. કસાબ પાસે હવે દયા અરજીનો એકમાત્ર વિકલ્પ બચ્યો હતો. કસાબે રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલી હતી, જેને રાષ્ટ્રપતિએ 5 નવેમ્બરે ફગાવી દીધી હતી. કસાબને 21 નવેમ્બર 2012ના રોજ સવારે પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ભારતે કસાબનો મૃતદેહ પાકિસ્તાનને સોંપવાની ઓફર કરી હતી, પરંતુ પાકિસ્તાને ના પાડ્યા બાદ મૃતદેહને જેલમાં જ દફનાવી દેવામાં આવ્યો હતો.
(PHOTO-FILE)