- કાશી વિશ્વનાથ મંદિરોની દિવાસ સોનાથી જડીત બનશેટ
- દાનદાતાોના પ્રસ્તાવ પર વિચાર
લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં આવેલું કાશી વિશ્વનાથ શ્રદ્ધાળુંઓ માટે ખૂબ જ ખાસ છે.અહી દેશ વિદેશથી ભક્તોનું આગમન થતું હોય છે ત્યારે હવે બારમા જ્યોતિર્લિંગમાંનું એક કાશી વિશ્વનાથનું મંદિર હવે નીચેથી ઉપર સુધી સોનેરી આભાથી ઝળહળતું જોવા મળી શકે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બાબા શ્રી કાશી વિશ્વનાથના શિખર પછી હવે ગર્ભગૃહની દિવાલોને સોનાથી મઢવામાં આવશે. સાથે જ બૈકુંઠ મહાદેવના શિખર પર પણ સોનાની પરત ચઢાવવામાં આવશે. બાબાના મૂળ સુવર્ણ શિખર પર નવો સુવર્ણ આવરણ બનાવવામાં આવશે.
આ સાથે જ ગર્ભગૃહની દિવાલો અને શિખરોને સોનાના પરતથી મઠાવવાની બહુપ્રતિક્ષિત યોજનાને લીલી ઝંડી મળે તેવી શક્યતાઓ હાલ જોવા મળી છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહ, શિખરો અને બહારની દિવાલોને સુવર્ણ પરતથી ઢાંકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશભરમાંથી કેટલાક દાતાઓએ મંદિરને સુવર્ણમય બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે.દાનદાતાઓના આ પ્રસ્તાવ પર હવે ગાઢ વિચાર કરવામાં આવી રહ્યો છે જો વિચારને મંજૂરી મળશે તો હવે આ મંદિરની દિવાલો પણ સોનાના પરતથી ઢંકાયેલી શુશોભીત જોવા મળી શકે છે.
મંદિર પ્રશાસન દાતાઓના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. છ વર્ષ પહેલા બનેલી આ યોજના પાછળ અંદાજીત 42 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મંજુરી પણ આપવામાં આવી હતી. જ્યારે સરકારે વધારાનો ભાર સહન કરવા માટે સ્વર્ણ શિખરની ક્ષમતા અને દિવાલોની ક્ષમતા અંગે રિપોર્ટ માંગ્યો, ત્યારે બીએચયુ આઈઆઈટી એ તેના અહેવાલમાં વધારાના ભારને નકાર્યો હતો તેને યોગ્ય નહોતો ગણવામાં આવ્યો,પરંતુ હવેકેટલાક દાતાઓ તરફથી સોનાનો શણગાર કરાવવાની દરખાસ્ત આવી છે. હાલ તેના પર વિચારણા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે કાશી વિશ્વનાથ ધામમાં હાલ કામ ચાલી રહ્યું છે. ત્યાં કામદારો માટે પરિસરમાં રબર કે ચામડાંનાં પગરખાં પહેરવા પર પ્રતિબંધ હતો. આ પ્રતિબંધના કારણે તેઓ ખુલ્લા પગે કામ કરતાં હતા. આ ઘટનાની જાણ થતા પ્રધાનમંત્રી મોદીએ શણના પગરખા મોકલી આપીને માનવતા દર્શાવી હતી