કાશી વિશ્વનાથ ધામઃ પીએમ મોદીએ ગંગામાં ડુબકી લગાવ્યા બાદ મંદિરમાં કરી પૂજા
લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના વારાણસીના પ્રવાસે ગયા છે. વારાણસી પહોંચતાની સાથે જ પીએમ મોદીએ કાશીમાં કાલ ભૈરવ મંદિરમાં આર્શીવાદ લેવા ગયા હતા. પીએમ મોદીએ અહીં પુજા-અર્ચના કરી હતી. પીએમ મોડીના શેડ્યુઅલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
એવુ કહેવાય છે કે, કાળભૈરવની મંજુરી બાદ જ કોઈ પણ શુભ કામનો પ્રારંભ કરવામાં આવે છે. જેથી શુભ કામમાં કોઈ વિઘ્ન આવતો નથી. કાળ ભૈરવ મંદિરથી પીએમ મોદી ગંગા માર્ગે ક્રુઝમાં લલિતાઘાટ પહોંચ્યાં હતા. અહીં તેમણે ગંગામાં ડુબકી ગલાવી હતી. ગંગાનું પાણી લઈને તેઓ પગપાળા વિશ્વનાથ ધામ ગયા હતા. ગંગાના જળથી પીએમ મોદીએ ભગવાનનો જળાભિષેક કર્યો હતો.
તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિવત પૂજા-અર્ચના બાદ કાશી વિશ્વનાથ પરિસરમાં એક છોડ રોપ્યું હતું. વિશ્વનાથ ધામમાં મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજા કરવામાં આવી હતી. દરમિયાન વારાણસી પોસ્ટ વિભાગ દ્વારા વિશ્વનાથ મંદિરના ચિત્રવાળી ટીકીટ જાહેર કરી હોવાનું જાણવા મળે છે.
પીએમ મોદીએ કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા પહેલા ગંગામાં ડુબકી લગાવી હતી. તેમજ ગંગાની પૂજા કરી હતી. કાળભૈરવ મંદિરમાં પૂજા કર્યાં બાદ પીએમ મોદીએ ગુજરાતી સમાજનું અભિવાદન કર્યું હતું. ગુજરાતી સમાજના લોકોએ પીએમ મોદીને પાઘડી પહેરાવી હતી. દરમિયાન પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, કાશી પહોંચીને અભિભૂત છું. પહેલા કાળભૈરવજીની પૂજા કરી છે. વડાપ્રધાન મોદીએ સીએમ યોગી સાથે મંદિર પરિસરમાં નવનિર્મિત ભવનોની મુલાકાત લીધી હતી.