- કુલગામ જીલ્લામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ
- જૈશ-એ-મોહમ્દનો આતંકી ઢેર
- સેનાના ત્રણ જવાન પણ ઘાયલ
- બે નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા
શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જેને અંત્યદ સંવેદનશીલ વિસ્તાર તરિકે ઓળખવામાં આવે છે જ્યાં આતંકિઓ દ્રારા અવાનવાર નવાર હુમલો કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે.ત્યારે ફરી વિતેલી રાતથી જ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અથડામણમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર મરાયો છે. માર્યા ગયેલા આતંકવાદીની હજુ સુધી ઓળખ થઈ નથી. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ જવાન શહીદ થયો છે. સાથે જ સેનાના ત્રણ જવાન અને બે નાગરિકો ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસને પરવાન વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયા હોવાની માહિતી મળી હતી જેના આધારે સુરક્ષાદળોની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સ્થિતિ જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેના થોડા સમય બાદ જવાનોએ એક આતંકીને ઠાર કર્યો હતો.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કાશ્મીર ઝોનના આઈજી એ જણાવ્યું છે કે આ ઘટનામાં એક પોલીસ જવાન શહીદ થયો છે.આ સાથે જ સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે. આ અથડામણમાં બે નાગરિકો પણ ઘાયલ થયા છે. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. આર્મી, પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ આ ઓપરેશનને અંજામ આપી રહી છે.