શ્રીનગર: કાશ્મીર બદલાય રહ્યું છે. ભાગલાવાદી નેતા શબ્બીર અહમદ શાહની પુત્રી સમા શબ્બીરે તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. પુત્રી સમા શબ્બીરે પોતાના પિતાની ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી સાથે નાતો તોડતા કહ્યું છે કે હું ભારતની સાથે છું. તેની ઘોષણા કરતા સમા શબ્બીરે અખબારમાં જાહેરાત પણ આપી છે. હાલ શબ્બીર અહમદ શાહ તિહાડ જેલમાં બંધ છે. તેની વિરુદ્ધ મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિગના કેસ ચાલી રહ્યા છે.23 વર્ષની સમા શબ્બીરે કાશ્મીરમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં ટોપ કર્યું હતું. તેણે જાહેરાતમાં ખુદને વફાદાર અને ગર્વિત ભારતીય નાગરિક ગણાવી છે.
સમા શબ્બીરે કહ્યું છે કે હું ભારતની વફાદાર અને ગર્વિત નાગરિક છું. હું આવા કોઈ વ્યક્તિ અથવા તો પછી સંગઠનની સાથે નથી, જે ભારતના સાર્વભૌમત્વ વિરુદ્ધ હોય. સમા શબ્બીર ટેરર ફંડિંગના કેસનો સામનો કરી રહ્યો છે અને સમા શબ્બીર તેની મોટી દીકરી છે. સમા શબ્બીરે કહ્યુંછે કે હું ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી અથવા તેની વિચારધારા સાથે કોઈપણ પ્રકારે જોડાયેલી નથી. એટલું જ નહીં તેમણે કહ્યુ છે કે જો કોઈ મને આ સંગઠનની સાથે જોડે છે અથવા નામ લિંક કરે છે, તો હું તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરીશ.
શબ્બીર અહમદ શાહને ઈડીએ 2017માં મની લોન્ડ્રિંગના કેસમાં એરેસ્ટ કર્યો હતો. તેની વિરુદ્ધ આરોપ છે કે તે મની લોન્ડ્રિંગ દ્વારા આતંકવાદ ફેલાવવા માટે નાણાં આપતો હતો. 70 વર્ષીય શબ્બીર અહમદની વિરુદ્ધ બાદમાં એનઆઈએએ પણ તપાસ કરી અને ચાર્જશીટ દાખલ કરી છે. હકીકતમાં મોહમ્મદ અસલમ વાનીને દિલ્હી પોલીસના સ્પેશયલ સેલે 2005માં એરેસ્ટ કર્યો હતો. તેની પાસે મોટા પ્રમાણમાં રોકડ મળી હતી. તે એક હવાલા ડીલર હતો. તેની પૂછપરછ બાદ જ એજન્સીઓએ શબ્બીર અહમદને ઝડપી પાડયો હતો. સમા શબ્બીરને પણ ઈડીએ આ મામલામાં 2019માં સમન જાહેર કર્યો હતો. પરંતુ તે રજૂ થઈ ન હતી. આ દરમિયાન સમા શબ્બીર યુકેમાં હતી.