કાશ્મીરને એમ જ વિશ્વનું સ્વર્ગ નથી કહેવામાં આવતું,આ કુદરતી દ્રશ્યો છે તેની પાછળના કારણ
- જમ્મુ અને કાશ્મીર એટલે વિશ્વનું સ્વર્ગ
- આ છે તે પાછળના કારણ
- કુદરતી દ્રશ્યો છે અદભૂત
જમ્મુ અને કાશ્મીરને દુનિયાનું સ્વર્ગ કહેવામાં આવે છે. આ જગ્યા એવી છે કે કોઈપણ વ્યક્તિ અહીંયા ફરવા જાય ત્યારે તે ત્યાંની સુંદરતા જોઈને મોહી જાય છે અને આનાથી વધારે સારો અનુભવ વિશ્વમાં બીજે ક્યાંય થતો પણ નથી. જો વાત કરવામાં આવે કાશ્મીરના પ્રવાસ વિશે તો આ સ્થળ પર એવા કેટલાક કુદરતી નજારા અને સુંદર દ્રશ્યો છે કે જે તમારું મન પ્રફુલ્લિત કરી દે છે અને તમને તે જગ્યા સુંદર હોવાનો અનુભવ પણ થાય છે.
જો ફરવા માટે થતા ખર્ચની વાત કરવામાં આવે તો એવું કહી શકાય કે કાશ્મીરમાં ફરવા જાવ તો તે ખર્ચ નથી પણ એ તમારું રોકાણ છે કે જ્યાં ગયા પછી તમને એક અદભૂત આનંદ થશે. આમ તો કાશ્મીર ફરવા જવા માટેનો ખર્ચ પણ વધારે નથી પણ જો અંદાજે વાત કરવામાં આવે તો ટ્રિપ દ્વારા મુસાફરી કરવા માગો છો તો એક વ્યક્તિના બુકિંગ પર 30300 રૂપિયા જેટલો ખર્ચ આવી શકે છે.
કાશ્મીરમાં પ્રવાસીઓને એક શહેરમાંથી બીજા શહેરમાં ટેમ્પો ટ્રાવેલરના માધ્યમથી લઈ જવામાં આવે છે. તેમાં નોન એસી ગાડીથી મુસાફરી કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,કાશ્મીરમાં જ્યારે બરફવર્ષા થતી હોય ત્યારે ફરવાની અલગ જ મજા હોય છે અને મોટાભાગના લોકો તે સમયમાં ફરવાનું વધારે પસંદ કરતા હોય છે.