Site icon Revoi.in

યાસીન મલિક અને બિટ્ટા કરાટેની મુશ્કેલી વધશે, કાશ્મીર પોલીસ આતંકવાદી પ્રવૃતિઓના તમામ કેસની તપાસ કરશે

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં હત્યાઓ આરોપી કહેવાતા યાસીન મલિક અને બિટ્ટા કરાટેના સામે નોંધાયેલા કેસ ફરીથી ખોલવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ સંકેત જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે આપ્યાં છે. દિલબાગ સિંહએ જણાવ્યું હતું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે નોંધાયેલા કેસની તપાસ કરવામાં આવી રહી છે. કોઈ આતંકવાદીને છોડવામાં નહીં આવે.

પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં જ ધ કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મ રિલીઝ થઈ છે. જે બાદ યાસીન મલિક અને બિટ્ટા કરાટો ફરીથી ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. દરમિયાન ડીજીપી દિલબાગ સિંહએ કહ્યું કે, અમે તમામ આતંકી ઘટનાઓની તપાસ કરીશું. કોઈ આતંકવાદીને છોડવામાં નહીં આવે.

બિટ્ટા કરાટે અલગાવવાદી નેતા છે. કાશ્મીરમાં નિર્દોશોની હત્યા અને આતંકી પ્રવૃતિઓને લઈને જેલમાં પુરવામાં આવ્યો હતો. એક ઈન્ટરવ્યુહમાં તેણે કહ્યું હતું કે, 20 કાશ્મીરી પંડિતોની હત્યા કરી. આમ તેને કાશ્મીરી પંડિતોની હત્યાની કબુલાત કરી હતી. બિટ્ટાને સાર્વજનિક સુરક્ષા અધિનિયમ હેઠળ પકડવામાં આવ્યો હતો. બિટ્ટા પર 19થી વધારે આતંકવાદી પ્રવૃતિને લઈને કેસ નનોંધાયેલા છે. 2008માં અમરનાથ વિવાદ દરમિયાન તેની ધરપકડ કરાઈ હતી. બિટ્ટા માર્શલ આર્ટમાં ટ્રેંડ છે એટલે જ તેને કરાટે નામથી ઓળખવામાં આવે છે.

બિટ્ટાએ લગભગ 16 વર્ષ જેલમાં વિતાવ્યાં હતા. 23 ઓક્ટોબર 2006ના રોજ ટાડા અદાતલે તેને જામીન ઉપર મુક્ત કર્યો હતો. બિટ્ટાના સંગઠન જેકેએલએફએ 1994થી એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી અને અહિંસક આંદોલન શરૂ કર્યાં હતા. જો કે, તે પહેલા બિટ્ટા અને તેના સંગઠનના સભ્યોએ બંદૂકો વચ્ચે અનેક લોકોના લોહી વહાવ્યાં હતા. હવે આગામી દિવસોમાં બિટ્ટા અને યાસીન મલિકની મુશ્કેલીમાં વધારો થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.