Site icon Revoi.in

કાશ્મીરમાં હવે પત્થરમારો કરનારાઓની ખેર નથી, નહી મળે નોકરી કે નહી જઈ શકે વિદેશ,સરકારે લીધો મોટો નિર્ણય

Social Share

શ્રીનગર – જમ્મુ -કાશ્મીરવહીવટીતંત્રે જમ્મુ -કાશ્મીરમાં ‘દેશદ્રોહી’ અને પથ્થરમારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. જમ્મુ અને કાશ્મીર સરકારે પથ્થરમારો કરનારાઓ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે એક નવો આદેશ જારી કર્યો છે,

આ નવા આદેશ અંતર્ગત આવા લોકોને ન તો સરકારી નોકરી આપવામાં આવશે અને ન તો તેઓ તેમના પાસપોર્ટ મેળવી શકશે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પથ્થરબાજો અને રાજ્ય અને રાષ્ટ્રની સુરક્ષાને જોખમમાં મુકતી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને હવે વિદેશ જવાની તક મળશે નહીં.

મીડિયા રિપોર્ટસ અનુસાર જમ્મુ-કાશ્મીર સરકારે રવિવારે શદ્રોહીઓ’ અને પથ્થરબાજો પર મોટી કાર્યવાહી કરતા તેમના પાસપોર્ટ મંજૂરી પર પ્રતિબંધ, સરકારી નોકરીની જોગવાઈ અને અન્ય પ્રતિબંધો જારી કર્યા છે. ટોચના સરકારી અધિકારીઓ જણાવ્યું કે સીઆઈડીની સ્પેશિયલ બ્રાંચ કાશ્મીરે તમામ યુનિટ્સ અને અધિકારીઓને આ સંદર્ભમાં આદેશ જારી કર્યો છે.

આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોય તો તેને પાસપોર્ટ કે સરકારી સેવા માટે કોઈપણ રીતે મંજૂરી ન આપવી જોઈએ. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે તમામ ડિજિટલ પુરાવા અને પોલીસ રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવશે. અગાઉ, કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રે જમ્મુ -કાશ્મીર સિવિલ સર્વિસીસ નિયમોમાં સુધારો કરીને સરકારી નોકરી મેળવવા માટે સંતોષકારક સીઆઈડી રિપોર્ટ ફરજિયાત બનાવ્યો હતો.

એક  અહેવાલ મુજબ, લોકોએ જાહેર કરવું પડશે કે પરિવારનો કોઈ સભ્ય અથવા નજીકનો સંબંધી કોઈ રાજકીય પક્ષ અથવા સંગઠન સાથે સંકળાયેલો છે, અથવા કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લીધો છે, અથવા કોઈ વિદેશી મિશન અથવા સંગઠન છે કે નહીં. જમાત-એ-ઇસ્લામી જેવા કોઈપણ નિર્ધારિત અને પ્રતિબંધિત સંગઠન સાથે સંકળાયેલ તો નથી ને.આમ હવે સરકારે જમ્મુ કાશ્મીરમાં આતચંકને નાબૂદ કરવાની દિશામાં મોટૂ પગલું ભર્યું છે.હવે જે કોી આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલ હશે તો તેને અનેક સુવિધાથી વંચિત રાખવામાં આવશે.