Site icon Revoi.in

કાશ્મીરઃ આતંકીઓ સામે સુરક્ષા એજન્સીઓનું અભિયાન બન્યું તેજ, 3 દિવસમાં 8 ત્રાસવાદી ઠાર

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં ત્રણ દિવસમાં આતંકવાદીઓની ઘુસણખોરીના 10 પ્રયાસો નિષ્ફળ બનાવવામાં આવ્યાનું જાણવા મળે છે, જ્યારે સુરક્ષા જવાનોએ 24 કલાકમાં ઘુસણખોરીનો પ્રયાસ કરનારા છ આતંકવાદીઓને ઠાર માર્યાનું જાણવા મળે છે. સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે અભિયાન હાથ ધરીને 3 દિવસમાં આઠ આતંકવાદીઓને ઠાર માર્યાં છે.

દરમિયાન જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એલઓસી પર સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે. અહીં સુરક્ષા જવાનોએ માછિલ સેક્ટરમાં આતંકવાદીઓની ઘુસણખોરીને નિષ્ફળ બનાવીને 24 કલાકમાં છ આતંકવાદીઓને ઠાર માર્યાં છે. તેમજ અન્ય ઘુસણખોરોને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિંલીંગની ઘટનાઓ વધી રહ્યાનું મનાઈ રહ્યું છે અનંતનાગમાં બે શ્રમજીવીઓ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાં છે.

કાશ્મીરના એડીજીપીએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે સેના, પોલીસ અને બીએસએફના સંયુક્ત ઓપરેશનમાં માછિલ સેક્ટરમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. આ બંને એસઓસી મારફતે ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં હતા. સુરક્ષા જવાનોએ બંને આતંકવાદીઓના મૃતદેહ જપ્ત કરાયાં હતા. આ ઉપરાંત હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંગળવારે સુરક્ષાદળોએ માછિલ સેક્ટરના કાલા જંગલમાં ચાર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. આ આતંકવાદીઓ પીઓકેમાંથી ભારતમાં ઘુસખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. આ ઉપરાંત 15મી જૂનના રોજ કુપવાડામાં એસઓસી પાસે જુમાગંડ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ પાંચ દિવેશી આતંકવાદીઓને ઠાર માર્યાં હતા.

દરમિયાન અનંતનાગમાં આતંકવાદીઓએ બે મજૂરો પર ગોળીબાર કરતા બંને મજૂર ઘાયલ થયા હતા. બંનેને  હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, બિહારમાંથી NIA  અને ATS પટણાની સંયુક્ત કાર્યવાહીમાં PFI ના માસ્ટર માઈન્ડ યાકૂબ ઉર્ફે સુલતાનની ધરપકડ કરવામાં આવી છે.