Site icon Revoi.in

કાશ્મીરી પંડિતો ઉપર અત્યાચાર થયો હતો અને આપણે સામુહિક રીતે માફી માંગવી જોઈએઃ કાશ્મીરી એક્ટિવિસ્ટ

Social Share

નવી દિલ્હીઃ ધ કાશ્મીર ફાઈલની રીલીઝ બાદ કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારને ફરીથી મામલો ગરમાયો છે. હવે કાશ્મીરી લેખક અને એક્ટિવિસ્ટ જાવેદ બેગની ટ્વીટ વાયરલ થઈ છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર હાથ જોડીને કાશ્મીરી પંડિતોની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, પંડિતો સાથે અન્યાય થયો છે. કાશ્મીરી મુસ્લિમોએ આઝાદીના નામ ઉપર હથિયાર ઉઠવ્યા હતા. જાવેદએ કહ્યું કે, આ પ્રોપાગેંડા નહીં હકીકત છે, સત્ય હંમેશા સત્ય જ રહે છે અને તેને કોઈ કહે કે ના કહે.

ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને સોશિયલ મીડિયામાં લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો ફિલ્મ પ્રોપાગંડા અને મુસ્લિમ વિરોધી કહી રહ્યાં છે તો કેટલાક લોકો સમર્થન આપી રહ્યાં છે. હવે કાશ્મીરી મુસ્લિમ લેખક જાવેદ બેગની કેટલીક ટ્વીટસ વાયરલ થઈ રહી છે. તેમણે એક ટ્વીટ કરીને લખ્યું છે કે, હું કાશ્મીરી મુસ્લિમ છું, અમારી બહેન ગિરજા ટિક્કૂના ટુકડા કરવામાં આવ્યાં હતા. આ કાશ્મીરી મુસ્લિમ પરિવારોએ કર્યો જેમના હાથમાં પાકિસ્તાનને આઝાદીના નામ ઉપર બંદૂક પકડાવી હતી. આ હકીકત છે, હું પંડિતોની હાથ જોડીને માફી માંગુ છું.

જાવેદએ વધુ એક ટ્વીટ કરીને કહ્યું છે કે, સાચુ કોઈ ના બોલે તેમ છતા પણ તે સત્ય રહે છે. જૂથ કોઈ પણ બોલે તો તે જૂથ છે. હું કાશ્મીરી પંડિતોના પહેલા હત્યાકાંડનો સાક્ષી છું જે નવરોજના 21મી માર્ચ 1997માં સંગ્રામપોરા બીરવાહ મારા ટાઉનમાં થયો હતો. મને દુઃખ થાય છે અને શરમ પણ આવે છે.

જાવેદની એક ક્લિપ પણ વાયરલ થઈ છે. તેમાં તેઓ ન્યૂઝ ચેલનમાં કહી રહ્યાં છે કે, બીરવાહમાં જે વિસ્તાર સાથે જોડાયેલુ છે. 21મી માર્ચના રોજ પહેલો હત્યાકાંડ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોને મારવામાં આવ્યાં છે. મે ઘટના જોઈ હતી, તેઓ કોઈ કાશ્મીર મુસ્લિમને મારતા ન હતા અને તેમની પાસે કોઈ હથિયાર પણ ન હતા. તેમાં આ વિસ્તારના હેડમાસ્ટર હતા. નિર્દોશ લોકો ઉપર તમે જે કરો છો તે અત્યાચાર છે, જે લોકોએ કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી તે અમારા વિસ્તારના અમારા જ લોકો હતા. કાશ્મીરી પંડિત કોઈ પારકા નથી. આપણુ જ લોહી છે, જાનવર પણ જાનવરને મારતા નથી, જે મારા પિતાની પેઢીના લોકોએ ભૂલ કરી, એક પ્રોગ્રેસિવ યૂથના હોવાથી આપણો આપણો ગુનો માનવો જોઈએ. જેથી આપણે સામુહિક રીતે કાશ્મીરી પંડિતોની માફી માંગવી જોઈએ. ઈસ્લામમાં લખ્યું છે કે, આપણા વિસ્તારમાં કોઈ ગેર મુસ્લિમ છે તો તેમની ઈજ્જત, જીંદગી અને પ્રોપર્ટીની સુરક્ષા કરવાની આપણી જવાબદારી છે.