Site icon Revoi.in

વર્ષો પહેલા કાશ્મીર છોડવા માટે મજબુર બનેલા કાશ્મીરી પંડિતોને લઈને બ્રિટનની સંસદમાં પ્રસ્તાર રજુ કરવામાં આવ્યો

Social Share

30 વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીર છોડવા માટે મજબૂર બનેલા કાશ્મીરી પંડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે સોમવારના રોજ બ્રિટનની સંસદમાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, બ્રિટનની સત્તારુઢ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને સંસદમાં આ પ્રસ્તાવ રજુ કર્યો હતો, જેને ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના સાંસદ જિમ શૈનોન અને લેબર પાર્ટીના સાંસદ વીરેન્દ્ર શર્માનું સમર્થન મળ્યુ હતું

હાઉસ ઓફ કોમન્સમાં લાવવામાં આવેલા ‘અર્લી ડે મોશન’ માં 1989-90માં ઇસ્લામિક જેહાદનો ભોગ બનેલા કાશ્મીરી પંડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. આ ઈડીએમમાં કાશ્મીરી પંડીતોના સામૂહીક કાશ્મીર છોડવા બાબતે નરસંહારની કેટેગરીમાં રાખવા માટેની માંગ કરવામાં યાવી છે,આ સાથએ જ ભારત સરકારથી અપીલ કરવામાં આવી છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં નરસંહારના ગુનાઓને રોકવા માટેના કરારના સહી કરનાર તરીકે, તેઓ તેની આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવે ,તથા નરસંહાર બાબતે અલગથી કાનૂન બનાવે અંગે અલગ કાયદા બનાવવા જોઈએ.

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેનનેકાશ્મીરી પંડિતો માચે ઉઠાવ્યો અવાજ

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેનને કહ્યું કે, તેઓને આજે પણ કાશ્મીરી પંડિતોને ન્યાન મળે તેની પ્રતિક્ષા છે, તેઓ દશકોથી કાશ્મીરી પંડીતો માટે અવાજ ઉઠાવી રહ્યા છે,તેઓએ આ માટે એક અભિયાન પણ ચલાવ્યું છેેભારતમાં નરસંહાર સાથએ સંકળાયેલ કાયદો નથી એટલા માટે ન્યાનમાં વિલંબ થયો છે, તેવું તેમનું કહેવું છે,જેના કારણે આરોપીઓને સજા નથી મળી રહી,જ્યારે બ્રિટનમાં આ માટે અલગ કાયદો છે. કારણ કે. તેમણે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે, તેમણે કહ્યું કે, મને આશા છે કે ભારત પણ આ માર્ગે આગળ કઈ કકરશે

સાહીન-