- કેટરિના, સિદ્ધાંત અને ઈશાન એકસાથે જોવા મળશે
- ફોન ભૂત ફિલ્મમાં પહેલીવાર એકસાથે જોવા મળશે
- ફિલ્મ આવતા વર્ષે 15 જુલાઈએ થશે રિલીઝ
મુંબઈ :કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર અભિનીત ફોન ભૂત ફિલ્મ ગયા વર્ષે શૂટ કરવામાં આવી હતી અને હોરર-કોમેડી શૈલીની લોકપ્રિયતા અને રસપ્રદ કાસ્ટિંગને કારણે તે ટોક ઓફ ધ ટાઉન બની છે. ગયા વર્ષે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે, પરંતુ કોવિડના કારણે આ પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો.
ગયા વર્ષે જુલાઈમાં સિદ્ધાંત, ઈશાન અને કેટરીનાએ ફોન ભૂત ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું.
હવે ફિલ્મની રિલીઝને લઈને એક નવું અપડેટ આવ્યું છે. નિર્માતાઓએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ હવે આવતા વર્ષે 15 જુલાઈએ રિલીઝ થશે.આ ફિલ્મ દ્વારા સિદ્ધાંત, ઈશાન અને કેટરીના પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન ત્રણેયએ એકબીજા સાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. આટલું જ નહીં ક્યારેક ત્રણેય શૂટિંગની વચ્ચે બેડમિન્ટન રમતા અને ક્યારેક સાથે લંચ કે ડિનરની મજા લેતા હતા.
ગુરમીત સિંહ દ્વારા દિગ્દર્શિત અને રવિ શંકરન અને જસવિન્દર સિંઘ બાથ દ્વારા લખાયેલ, ફોન ભૂત એ એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ગલી બોય અને તુફાન પછીની સૌથી નવી પેશકશ છે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા સ્થપાયેલ, એક્સેલ એન્ટરટેઈનમેન્ટે વર્ષોથી પ્રેક્ષકો માટે રસપ્રદ સામગ્રીનું નિર્માણ કર્યું છે, જેને વ્યાપારી સફળતા અને વિવેચકોની પ્રશંસા મળી છે. પ્રોડક્શન હાઉસે ઓરિજિનલ કન્ટેન્ટ સાથે OTT પ્લેટફોર્મ પર પણ પ્રવેશ કર્યો છે.