1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કટ્ટુપલ્લી પોર્ટે બ્રેકવોટર થકી વીજ ઉત્પાદન કરી વિક્રમ સર્જ્યો!
કટ્ટુપલ્લી પોર્ટે બ્રેકવોટર થકી વીજ ઉત્પાદન કરી વિક્રમ સર્જ્યો!

કટ્ટુપલ્લી પોર્ટે બ્રેકવોટર થકી વીજ ઉત્પાદન કરી વિક્રમ સર્જ્યો!

0
Social Share

સૌ પ્રથમવાર પોર્ટ પર સોલાર પ્લાન્ટથી વીજઉત્પાદન કરી ઐતિહાસિક અને સિમાચિહ્નરૂપ કાર્ય

ભારતીય બંદર કટ્ટુપલ્લીએ વીજ ઉત્પાદન ક્ષેત્રે નવો વિક્રમ સર્જાયો છે. કટ્ટુપલ્લી પોર્ટ પર બ્રેકવોટર રોકનો ઉપયોગ કરી સૌ પ્રથમવાર ઓન-ગ્રીડ સોલાર જનરેશન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. 15KWpની ક્ષમતા ધરાવતો આ સૌર પ્લાન્ટ લગભગ 20 MWH (મેગાવોટ કલાક) વીજળી ઉત્પન્ન કરશે, જેનાથી દર વર્ષે કુલ 16.4 tCO2 (કાર્બન ડાયોક્સાઇડ)નું કાર્બન ઉત્સર્જનને ઘટશે. ઓન-ગ્રીડ સોલાર જનરેશન પ્લાન્ટમાંથી પેદા થતી ગ્રીન એનર્જીનો ઉપયોગ ઈલેક્ટ્રિક વાહનોની બેટરીઝને ચાર્જ કરવા માટે કરાશે.

કટ્ટુપલ્લી બંદરે સમુદ્ર તટ પર બ્રેકવોટર થકી વીજળી ઉત્પન્ન કરવાનું ઐતિહાસિક સિમાચિહ્નરૂપ કાર્ય કર્યુ છે. આ પ્લાન્ટમાં 450 વોટ ક્ષમતાના લગભગ 34 નંબરના સોલાર મોડ્યુલ છે. દરેકને મોનો PERC ટેક્નોલોજીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેને ઇન્સ્ટોલેશન માટે ખૂબ જ ઓછા વિસ્તારની જરૂર પડે છે. એલિવેટેડ કેન્ટીલીવર સ્ટ્રક્ચર પર ફીટ કરાયેલા આ સોલાર મોડ્યુલો પ્રતિકૂળ હવામાન અને વાવાઝોડાઓનો સામનો કરી શકે તેમ ડિઝાઇન કરવામાં આવ્યા છે. જુલાઈ 2022 સુધીમાં અહીં 900 MWH (યુનિટ્સ) વીજળી પેદા કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

સ્ટ્રક્ચરથી લઈને ઈન્સ્ટોલેશન સુધી આ પ્રોજેક્ટ પાર પાડવાનું કામ અનેક પડકારોથી ભરેલુ હતું. કેન્ટીલીવર સિદ્ધાંતના આધારે તેના સ્ટ્રક્ચરની રચના કરવામાં આવી છે. તેની માળખાકીય સામગ્રી હોટ-ડીપ ગેલ્વેનાઈઝ્ડ માઈલ્ડ સ્ટીલથી બનેલી છે. આ માળખુ 150થી 200 KMPH સુધીના ઝાપટાને મહાત આપવાની મજબૂતાઈ  ધરાવે છે.

કટ્ટુપલ્લી પ્લાન્ટે ઝીરો કાર્બન એમીશન હાંસલ કરવાના માર્ગે એક મહત્વપૂર્ણ માઈલ-સ્ટોન ચિહ્નિત કર્યુ છે. નજીકના ભવિષ્યમાં કટ્ટુપલ્લી પોર્ટ આ પ્રોજેક્ટને 700 Kwp (કિલોવોટ પીક) સોલાર જનરેશન પ્લાન્ટ સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે, જે સમગ્ર 2 Kms નોર્થ બ્રેક વોટરને આવરી લેશે. નવો પ્લાન્ટ લગભગ 900 MWH (યુનિટ્સ) પેદા કરશે અને દર વર્ષે 738 tCO2નું કાર્બન ઉત્સર્જન ઘટાડશે. વધારાની ક્ષમતા ધરાવતો પ્રોજેક્ટ જુલાઈ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે.

કટ્ટુપલ્લી પોર્ટના પ્રવક્તા જણાવે છે કે, “બ્રેક વોટર રોક વિસ્તાર પર ઓન-ગ્રીડ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરીને અમે ઇતિહાસ રચ્યો છે. દેશમાં આ પ્રકારનો પ્લાન્ટ સૌ પ્રથમ વખત બનાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટ કટ્ટુપલ્લી બંદર બનાવવાની અમારી વિશાળ અને લાંબા ગાળાની યોજના સાથે બંધબેસે છે, જે દક્ષિણ ભારતમાં સૌથી વધુ ટકાઉ બંદરોમાંનું એક છે. અમારા શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્ગોના કાર્યક્ષમ સંચાલન સાથે મળીને, અમે આ પ્રદેશમાં ઉદ્યોગોના લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા અને ગ્રોથ એન્જિન સમા બની શકીશું.”

દરિયા કિનારાના વાતાવરણને કારણે સૌર મોડ્યુલો અને સ્ટ્રક્ચર પર પવન અને કાટની વધુ અસર હોય છે. એવા પડકારોને પહોંચી વળવા કેન્ટીલીવર સિદ્ધાંતના આધારે બંધારણોની રચના કરવામાં આવી છે. આ સોલાર પ્લાન્ટનું સ્ટ્રક્ચર 150 થી 200 KMPH સુધીના પવનનો સામનો કરી શકે છે.

ભારતના સૌથી આધુનિક બંદરોમાંનું એક કટ્ટુપલ્લી અદાણી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સનો એક ભાગ છે, જે દક્ષિણ ભારતના ક્ષેત્રમાં એક્ઝિમ વેપાર માટે અદ્યતમ ગેટ-વે તરીકે ઉભરી રહ્યું છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code