- કાવડ યાત્રાની આજથી શરુઆત
- હરિદ્રારમાં કાવડિયાના પોષાકમાં પોલીસ સજ્જ
દિલ્હીઃ-આજથી ગુજરાત બહાર શ્રાવણ મહિનાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે આજથી કાવડ મેળાની વિધિવત શરૂઆત થવા જઈ રહી છે.યાત્રાને લઈને હરિદ્રાર પોલીસ અને પ્રશાસને તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.દેશભરમાં અનેક જગ્યાએ કાવડ યાત્રાઓ કાઢવામાં આવે છે, હરિદ્વારથી લાખો ભક્ત કાવડમાં ગંગાજળ ભરીને પોત-પોતાના ક્ષેત્રના શિવ મંદિરમાં લઈ જાય છે અને શિવલિંગ ઉપર અર્પણ કરે છે, પરંતુ આ વખતે ભક્તોની સંખ્યા વધશે કારણ કે આ લાભ શ્રદ્ધાળુંઓને 2 વર્ષ બાદ મળી રહ્યો છે
આજછી હરકી પૈડી થી લઈને કાવડ માર્ગના દરેક પગથિયાં પર પોલીસ અને સીસી કેમેરાથી સખ્ત નજર રાખવામાં આવશે.આ સાથએ જ લોકોની સુરક્ષાને ધ્યાનમાં લેતા પોલીસ કર્મચારીઓ કાવડીયાઓની વેશભૂષામાં ફરજ બજાવતા જોવા મળશે.
આ સહીત પોલીસ ક્રાઈમ અને કાયદો અને વ્યવસ્થાના વધારવા બુધવારે રોશનાબાદના પોલીસ લાઈન ઓડિટોરિયમ ખાતે કાવડ ફરજ પરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને માહિતી આપવામાં આવી હતી.
અધિકારીઓને આદેશમાં કહેવામાં આવ્યું કે શ્રાવણ કાવડ મેળાને સુરક્ષિત રીતે યોજવો એ એક મોટો પડકાર છે. કોવિડ મહામારીને કારણે બે વર્ષથી કાવડ મેળો ન યોજાવાને કારણે આ વખતે કાવડીયાઓની ભારે અવરજવર જોવા મળશે. ફરજ પર હાજર પોલીસ અને વહીવટીતંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલનથી કંવર મેળો યોજવો. ઉલ્લેખનીય છે કે આજથી શરુ થયેલો આ મેળો 26 જુલાઈ સુધી ચાલશે.