કેસી ત્યાગીએ જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું છે. અંગત કારણોસર કેસી ત્યાગીએ પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીવ રંજન પ્રસાદ હવે જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા હશે. પાર્ટીના મહાસચિવ અફાક અહમદ ખાને રવિવારે એક પત્ર જારી કરીને આની જાણકારી આપી છે.
જેડીયૂના જનરલ સેક્રેટરીએ પત્ર જાહેર કર્યો
જેડીયૂના મહાસચિવ અફાક અહમદ ખાને જારી કરેલા પત્રમાં લખ્યું છે કે ‘જનતા દળ (યૂનાઈટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ, નીતીશ કુમાર(મુખ્યમંત્રી, બિહાર)એ રાજીવ રંજન પ્રસાદને રાષ્ટ્રીય પ્રવક્તાના પદ પર નિયુક્ત કર્યા છે. કેસી ત્યાગી, પાર્ટીમાં પ્રવક્તા હતા, જો કે તેમણે અંગત કારણોસર પાર્ટીના પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે.’
વિધાનસભા ચીંટણી પહેલા JDUને આંચકો
અત્રે ઉલ્લેખનીય છે કે, કેસી ત્યાગીને જેડીયુના દિગ્ગજ અને શક્તિશાળી નેતા માનવામાં આવે છે. સીએમ નીતિશની ખૂબ નજીક છે. દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી કેસી ત્યાગીના રાજીનામાને પાર્ટી માટે એક ઝટકો માનવામાં આવી રહ્યો છે.
સીએમ નીતિશ હાલ પાર્ટીમાં ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યા છે. બીજી તરફ પાર્ટી પદાધિકારીઓમાં સતત ફેરફાર કરીને સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ કેસી ત્યાગીનું રાજીનામું પાર્ટી માટે નુકસાનકારક છે. થોડા દિવસો પહેલા કેસી ત્યાગીએ ઇઝરાયેલ મુદ્દે વિપક્ષ સાથે હાથ મિલાવ્યા હતા. તેમજ પીએમ મોદીને સલાહ આપતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ઈઝરાયેલને આપવામાં આવતી મદદ તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ. હવે તેમના રાજીનામાની વાત સામે આવી છે. જેના કારણે જેડીયુને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.