ભારતમાં કેદારનાથ ફરવા માટે લોકોની ભીડ મોટા પ્રમાણમાં જોવા મળે છે, દેશના દરેક રાજ્યોમાંથી આ સ્થળે પર લોકો ફરવા આવે છે અને જો વાત કરવામાં આવે વિદેશી પ્રવાસીઓની તો બહારના દેશમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અહીયા ફરવા આવે છે. તો આવો જાણીએ કે આ મંદિરના કેટલાક રહસ્યો વિશે..
એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ પાંડવોને દર્શન આપવાનું ટાળતા હતા અને કેદારનાથમાં બળદનું રૂપ ધારણ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે જ્યારે શિવ બળદના રૂપમાં અદૃશ્ય થઈ ગયા, ત્યારે તેમનો ઉપરનો ભાગ પશુપતિનાથ મંદિર (નેપાળ)માં દેખાયો અને બીજો ભાગ અહીં કેદારનાથમાં રહ્યો. ત્યારથી અહીં બળદની પૂજા કરવામાં આવે છે.
પૌરાણિક કથાઓ અનુસાર, મંદિરનું નિર્માણ સૌથી પહેલા પાંડવોએ અહીં કરાવ્યું હતું. કહેવાય છે કે, પાપોથી મુક્તિ મેળવવા માટે તે ભગવાન શિવની શોધમાં કેદારનાથ પહોંચ્યા. તેણે આ જગ્યા શોધી કાઢી અને અહીં મંદિર બનાવ્યું. પાછળથી 8મી સદીમાં, આદિ શંકરાચાર્યએ આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું.
પાંડવો દ્વારા બનાવવામાં આવેલ મંદિર સમય પસાર થવાને કારણે અદ્રશ્ય થઈ ગયું. આ પછી આદિ શંકરાચાર્યએ અહીં એક મંદિર બનાવ્યું, જેના માટે કહેવાય છે કે આ પણ લગભગ 400 વર્ષ સુધી બરફમાં દટાયેલું રહ્યું. આ મંદિરની પાછળ તેમની સમાધિ પણ છે.