Site icon Revoi.in

કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા અત્યાર સુધી 1.25 લાખ યાત્રીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

Social Share

દિલ્હીઃ- કેન્દ્ર સરકાર દ્રારા આ વર્ષથી ચારધામ યાત્રા માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની પ્રકિયા શરુ કરવામાં આવી છે કારણ કે દરવર્ષે ભક્તોની ભારે ભીડને લઈને સુરક્ષા વ્યસત્થા કરવી મુશ્કેલ બને છએ સાથે જ અનેક અપ્રિય ઘટનાઓ સર્જાય છે જેથી આ વર્ષથી આ યાત્રા માટે નોંધણી શરુ કરવામાં આવી છે જે લોકોએ નોંધણી કરાવી છે તેઓ ને જ એન્ટ્રી આપવામાં આવશે.

આ માટેની નોંધણીની પ્રક્રિયા થોડા દિવસ અગાઉથી જ શરુ કરવામાં આવી છે ત્યારે ત્યારે ચારધામ યાત્રામાં કેદારનાથ અને બદ્રીનાથ ધામ માટે નોંધણીનો આંકડો 1.25 લાખને વટાવી ગયો છે.નોંધણી પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે.

આ વર્ષે નોંધણી માટે ચાર માધ્યમો છે. તેમાં વેબસાઈટ, ટોલ ફ્રી નંબર પર કોલ, વોટ્સએપ અને મોબાઈલ એપ દ્વારા રજીસ્ટ્રેશનની સુવિધા છે. અત્યાર સુધીમાં 92,397 ભક્તોએ વેબસાઈટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 14,910 ભક્તોએ મોબાઇલ એપ દ્વારા અને 7,246 વ્હોટ્સએપ દ્વારા નોંધણી કરાવી છે.

જો કેદારનાથની વાત કરીએ તો કેદારનાથ માટે 62 હજાર 993 અને બદ્રીનાથ માટે 51 હજાર 557 યાત્રીઓએ નામ નોંધાવ્યા છે. પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર માહિતી આપતા કહ્યું કે 21 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ચારધામ યાત્રા રજીસ્ટ્રેશનમાં અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર 553 લોકોએ નોંધણી કરાવી છે.