Site icon Revoi.in

PM મોદીની અપીલ પર કેદારનાથના યાત્રીઓ, NGO અને સરકારી એજન્સીઓએ સફાઈનું કામ હાથ ઘર્યું

Social Share

દેહરાદૂનઃ-દેશના લોકલાડીલા નેતા પીએમ  મોદી જો કોી વાત કહે અને જનતા પર તેની અસર ન પડે તેવું ન બને.ત્યારે હાલ તાજેતરમાં જ આવી એક વાત સામે આવી છે કે પીએમ મોદીએ કેદારનાથ યાત્રીઓને સફાઈ રાખવાની અપીલ કરી હતી અને મોદીજીની આ વાત પર ગંભીરતાથી પગલું લેતા લોકોએ પોતે સફાી હાથ ઘરી છે.

તીર્થસ્થળો પર સ્વચ્છતા સુનિશ્ચિત કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકોને અપીલને પગલે, યાત્રાળુઓ, સરકારી અને બિન-સરકારી એજન્સીઓએ મંગળવારે કેદારનાથ ધામ નજીક સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું. રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે વહીવટીતંત્ર કચરા વ્યવસ્થાપનની સ્થિતિ પર સતત નજર રાખશે. પરિણામે કેદારનાથ અને આસપાસના વિસ્તારોમાં ફેલાયેલ કચરાને હવે સાફ કરવામાં આવી રહ્યો છે. કેદારનાથ વિસ્તારમાંથી આજે સફાઈ હાથ ઘરવામાં આવી છે જ્યાથી કચરો દૂર કરાશે.

પ્રવાસીઓએ ગૌરીકુંડ, સોનપ્રયાગ અને કેદારનાથના માર્ગ પર સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. સોનપ્રયાગ કેદારનાથના માર્ગ પર રૂદ્રપ્રયાગ અને ગૌરીકુંડની વચ્ચે આવેલું છે. ઉત્તરાખંડમાં ચાર-ધામ યાત્રા દરમિયાન કેટલાક તીર્થયાત્રીઓ દ્વારા ફેલાયેલા કચરાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ રવિવારે લોકોને યાત્રાધામોની ગરિમા જાળવવા અપીલ કરી હતી.જેની લોકોના હ્દય પર એસર થી હતી અને આ સફાઈ હાથ ઘરી હતી

ઉલ્લેખનીય છે કે તાજેતરના આ દિવસોમાં આપણે યાત્રાધામો પર પ્રવાસીઓનો ભારે ધસારો જોઈ રહ્યા છીએ. આ પછી પર્યાવરણના નોંધપાત્ર ભાગને અસર થાય છે. લોકો બેદરકારી પૂર્વક કચરો- પ્લાસ્ટિક  ફેંકી દે છેતેને ધ્યાનમાં રાખીને મોદીએ રવિવારે લોકોને યાત્રાધામોની ગરિમા જાળવવા અપીલ કરી હતી.ર્યાવરણની સુરક્ષા માટે જવાબદારીપૂર્વક કામ કરતા લોકો નજરે ચઢ્યા હતા,અહીના અધિકારીઓએમાહિતી આપી કે ગૌરીકુંડ, સોનપ્રયાગ અને કેદારનાથ વિસ્તારોમાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં મોટા પ્રમાણમાં કચરો એકઠો થયો છે. તેમણે કહ્યું કે હવેથી અમે યાત્રાધામો પર નિયમિતપણે સ્વચ્છતા અભિયાન ચલાવીશું