Site icon Revoi.in

ઉત્તરાખંડમાં સતત વરસાદનો કહેર – કેદારનાથ યાત્રા પણ રોકવામાં આવી

Social Share

 

દહેરાદૂનઃ- દેશના પહાડી રાજ્યોમાં મેધ તાંડવ જોવા મળી રહ્યો છે જેના કારણે પહાડો ઘસી આવવાની ઘટનાથી હાઈવે બ્લોક થવાની ઘટના અને નાના મોટા રસ્તાઓ બાધિત થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે દેવભૂમિ ઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર સતત જોવા મળી રહ્યો છએ છેલ્લા કેટલાક દિવસથી અહી વરસાદ અવિરત પણ વરસતા હાલાકિ ભોગવવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  સતત ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં કેદારનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે.ભારતીય હવામાન વિભાગએ ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે સોમવારે 12 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ટ્વિટ કરીને કહ્યું કે ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  તમામ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને અમારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ લોકો હાલ બચાવગીરી ના કાર્યમાંમ જોડાયેલા છે. આ તમામને કોઈપણ સંજોગોનો સામનો કરવા માટે એલર્ટ મોડમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.  જો કે અહી ચાર લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે.

જાણકારી પ્રમાણે  સતત ખરાબ હવામાનને કારણે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને સોનપ્રયાગ અને ગૌરીકુંડ ખાતે યાત્રીઓને રોકી દીધી હતી. વરસાદના કારણે રાજ્યના 4 માર્ગો અને 10 લિંક રોડ કાટમાળના કારણે બંધ છે.આ સહીત ભારે વરસાદને કારણે મંદાકિની અને અલકનંદા નદીઓ તણાઈ ગઈ છે.

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ મંગળવારે જણાવ્યું હતું કે પ્રદેશમાં ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને રાજ્ય વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.
વધુમાં તેમણે કહ્યું કે ચોમાસા દરમિયાન અહીં કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. વધુ પડતા વરસાદને કારણે ભૂસ્ખલન થાય છે અને નદીઓના જળસ્તરમાં વધારો થાય છે. અમે સંપૂર્ણપણે પ્રભાવિત છીએ અને અહી અધિકારીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે