Site icon Revoi.in

ઘરમાં વાસ્તુ પ્રમાણે દરેક વસ્તુઓને રાખો,જાણી લો મહત્વની માહિતી

Social Share

દરેક લોકો ઈચ્છે છે કે જ્યારે પણ તે લોકો ઘર બનાવે ત્યારે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ કે નુક્સાનનો સામનો ન કરવો પડે, આ પ્રકારની તકલીફોથી બચવા માટે કેટલાક લોકો વાસ્તુ પ્રમાણે ચાલતા હોય છે વાસ્તુશાસ્ત્રને અનુસરતા હોય છે પણ અન્ય તરફ કેટલાક લોકો એવા પણ છે કે જે લોકો આ વાતોમાં માનતા નથી અને હેરાન પણ થતા હોય છે. તો આજે આપણે તે એ બાબતો વિશે જાણીશું જે વાસ્તુ પ્રમાણે યોગ્ય હોવી જોઈએ.

ઘરના અન્ય દરવાજા કરતાં મુખ્ય દરવાજો વધુ મહત્વનો હોવો જોઈએ. દરવાજા ઉત્તર, ઈશાન, પશ્ચિમ અથવા પૂર્વ દિશામાં હોવા જોઈએ, કારણ કે તે શુભ માનવામાં આવે છે. મુખ્ય દરવાજાને ત્રણ દરવાજા ઇનલાઇન અથવા સમાંતર રાખવાનું ટાળો, કારણ કે તે ઘરની ખુશીઓને અસર કરી શકે છે.

જો સૌથી પહેલા વાત કરવામાં આવે બેડરૂમ માટેની વાસ્તુ મુજબ, વાસ્તુ દિશા આદર્શ રીતે પૂર્વ, ઉત્તર અથવા ઉત્તરપૂર્વ હોવી જોઈએ.
ઘરની પશ્ચિમ તરફની વાસ્તુ દિશા પરિવારની સ્ત્રી માટે યોગ્ય નથી. જો કે, તે યુવાન પરિવારના સભ્યો માટે સારી પસંદગી છે. વાસ્તુની દિશા પ્રમાણે ઉત્તર-પશ્ચિમ દિશાનું ઘર સફળતા, નસીબ અને સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ પરિવારના પુરુષ સભ્ય ઘરથી દૂર ઘણો સમય વિતાવશે. વાસ્તુ મુજબ ઘરની શ્રેષ્ઠ દિશા ઈશાન છે, કારણ કે તે ધનના દેવતા સાથે જોડાયેલી છે. તેવી જ રીતે દક્ષિણ પશ્ચિમને અનિષ્ટની દિશા માનવામાં આવે છે. તે સારી સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ કમનસીબી.