ઘરની આ દિશામાં રાખો માટીના વાસણો,નકારાત્મક ઉર્જા ઘરમાંથી થઈ જશે દૂર
પહેલાના સમયમાં ઘરોમાં માટીના વાસણોનો ઘણો ઉપયોગ થતો હતો.એવું માનવામાં આવે છે કે,જે લોકો માટીના વાસણોમાં ભોજન કરે છે તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે અને લાંબુ આયુષ્ય જીવે છે.આ સિવાય ઘરમાં માટીના વાસણો રાખવાથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.તો ચાલો તમને જણાવીએ માટીના વાસણો સંબંધિત વાસ્તુ ટિપ્સ…
ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તમે માટીમાંથી બનાવેલ એક દીવો લો.આ દીવાને તુલસીના છોડની પૂજા કરી તેની પાસે જલાવો.એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં રહેલી ખરાબ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ વધે છે.આ સિવાય ઘરમાં દેવી લક્ષ્મી આવે છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.
ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં માટીના વાસણો રાખવા શુભ માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે જે ઘરમાં આ વાસણો રાખવામાં આવે છે ત્યાં દેવી-દેવતાઓનો વાસ હંમેશા રહે છે.
માટીને મંગળનું પ્રતીક માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે,આ ઘડાનું પાણી પીવાથી મન શાંત રહે છે, આ સિવાય શરીર પણ સંપૂર્ણ સ્વસ્થ રહે છે.વાસ્તુ માન્યતા અનુસાર જે ઘરમાં પાણીના વાસણ રાખવામાં આવે છે ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે.