Site icon Revoi.in

સ્લીમ દેખાવા માટે કપડાંના કલરની પસંદગીને રાખો ધ્યાનમાં, જાણો કેવા કલરના કપડાંની કરશો પસંદગી

Social Share

દરેક લોકોને સ્લિમ અને સ્માર્ટ દેખાવાનું પસંદ હોય છે. સ્લિમ દેખાવા માટે લોકો જીમમાં કલાકો સુધી પરસેવો પણ પાડે છે. જો કે, કપડાંના કલર પણ આપને સ્લિમ દેખાવવામાં મદદ કરે છે. જેથી કપડાંની પસંદગી લખતે તેના કલરને ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. કલર આપને કોમ્પલેક્સન જ નહીં પરંતુ આપના શરીરને કોમ્પ્લીમેન્ટ પણ કરે છે.

કપડાની પસંદગી વખતે જો આપ કલર ઉપર ધ્યાન નહીં આપો તો આપનો લુક ખરાબ લાગશે, તેમજ શરીર થોડુ ભારે દેખાશે. જો આપ સ્લિમ દેખાવા માંગતા હોય તો આઉટફિટની સ્ટાઈલની સાથે તેના કલરને વિશેષ ધ્યાન આપવુ જોઈએ. સિલ્મ દેખાવા માટે આપના વાર્ડરોબમાં ડાર્ક કપડાને સ્થાન આપવું જોઈએ. આપ ડાર્ક કપડામાં બ્લેક, નેવી બ્લ્યુ, ચોલકેટ બ્રાઉન, ડાર્ક ગ્રે શેડ્સ પસંદ કરી શકો છે. આ કલર આપને સ્લીમ લૂક આપશે. આ ઉપરાંત મોનો ક્રોમેટિક રંગના કપડા પણ પહેરી શકો છે.

મોનોક્રોમેટિક શેડ્સ પહેરવાથી આપના શરીરનો કેટલાક ભાગ સ્લિમ દેખાશે. કલરની સાથે સ્ટાઈલનો પણ આપે ખ્યાલ રાખવો જોઈએ. સ્લિમ દેખાવા માટે માત્ર કલર ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે ડાર્ક અને લાઈટ શેડ્સના કોમ્બિનેશન સાથે ટ્રાઈ કરવું જોઈએ. જેથી આપ સ્લિમ અને સ્ટાઈલિશ લુક પ્રાપ્ત કરી શકશો. આમ સ્લિમ દેખાવા માટે જીમમાં પરસેવો પાડવાની સાથે કપડાંની પસંદગી ઉપર પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સામાજીક પ્રસંગ્રોમાં આપ આ ડાર્ક કલરના કપડાં પહેરવાનું પસંદ કરશો તો સ્લિમ દેખાવાની સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બનશો.